આરોગ્ય વિભાગ એલર્ટ:નવસારીમાં કોરોનાનો માત્ર એક જ એક્ટિવ કેસ, કોરોના વધુ વકરે નહી તેને લઈ આરોગ્ય તંત્ર ખડેપગે

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લો છેલ્લા લાંબા સમયથી કોરોના મુક્ત રહ્યા બાદ 15 દિવસ પહેલા માત્ર એક કેસ નોંધાયો હતો. જે દર્દી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોરોનાના કેસમાં ઘટાડો થયો છે જોકે, કેસમાં વધારો ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ પ્રતિદિન 500 જેટલા RT-PCR ટેસ્ટ કરી રહ્યું છે અને અન્ય હેલ્થ સર્વેલન્સની કામગીરી પણ પહેલાં જેટલી જ સતર્કતાથી કરવામાં આવી રહી છે.

કોરોના કાળમાં પ્રતિદિન 2200થી 2500 જેટલા RT-PCR ટેસ્ટ કરવામાં આવતા હતા, પરંતુ કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થતાં હાલ 500 જેટલા ટેસ્ટ પ્રતિદિન કરવામાં આવે છે. નવસારી જિલ્લામાં ત્રણ જેટલી RT-PCR ટેસ્ટ લેબ કાર્યરત છે.

જિલ્લામાં કોરોનાના ઘટાડામાં વેક્સિનેશનની કામગીરી પણ મહત્વની ભૂમિકા ભજવી છે. 12થી લઈને 15 વર્ષના બાળકોમાં વેક્સિનના સેકન્ડ ડોઝની કામગીરી પણ આરોગ્ય વિભાગે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. સાથે જ 18 થી લઇને 60 વર્ષના લોકોને બુસ્ટર ડોઝ માટે સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ નજીવા દરે ડોઝ મુકવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો બીજી તરફ ધન્વંતરી અને સંજીવની રથની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે.

જિલ્લામાં જનજીવન ફરિવાર સામાન્ય થયુ છે. લોકો કોરોનાની પહેલી અને બીજી લહેરને ભૂલીને રૂટિન લાઇફમાં જોતરાયા છે. આરોગ્ય વિભાગ હજી પણ કોરોના અંગે ગંભીર બનીને કામગીરી કરી રહ્યું છે. ભવિષ્યમાં કેસની સંખ્યામાં વધારો ન થાય અને કેસ વધે તો બને ત્યાં સુધી હોમ આઈસોલેશનમાં જ લોકો સાજા થાય તે દિશામાં આરોગ્ય વિભાગ હજી પણ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...