તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડી યાત્રા:નવસારીથી દાંડી હવે માત્ર થાેડા જ યાત્રી કૂચ કરશે, આ કાેઇ ઉજાણીનું પર્વ નથી : ગાંધીજી

નવસારી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીજીએ કહ્યું હતુ કે, દેશ માટે તમારાે ઉમળકાે મેં જાેયાે છે પણ વધુ પડતી ગીરદી સત્યાગ્રહમાં અંતિમ તબક્કે વિક્ષેપ પાડી શકે છે

3 એપ્રિલ 1930ને ગુરુવારની રાત નવસારીમાં વીતાવી મહાત્મા ગાંધીજીની ફૌજ શુક્રવારે વિજલપોર પહોંચી ગઈ. નવસારીથી વિજલપોરનો રસ્તો લોકોએ શણગાર્યો હતો. વિજલપોરની માયાભાઈ તેલીની મિલમાં ગાંધીજીનો મુકામ રાખ્યો હતો. સભા માટે ખેતરની ખુલ્લી જમીનમાં મંડપ બાંધવામાં આવ્યો હતો. સભા 3:30 વાગ્યે હતી પરંતુ લોકો બે વાગ્યાથી આવી પહોંચ્યા હતા.વિજલપોરમાં ગાંધીજીએ ટૂંકુ ભાષણ કર્યું. આ સભા પછી મારે જે ધામે પહોંચવાનું છે ત્યાં સુધીમાં મારે માત્ર બે પ્રવચનો કરવાના બાકી રહે છે અને દાંડીનું ભાષણ ત્રીજું અને અંતિમ હશે.

આ સભામાં પંડિત માલવીઆજી તથા બીજા છ ધારાસભ્યોએ પણ આપેલા રાજીનામાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે આ માલવીઆજીનું રાજીનામુ ચઢે કે આ 41 પટેલોના રાજીનામા? અલબત્ત આ પટેલોના રાજીનામાનું વજન વધારે છે. પટેલો વગર સરકાર રાજ કારભાર ન ચલાવી શકે. સરદાર પટેલ વિશે ગાંધીજીએ કહ્યું કે એ તો જેલમાં બેઠો બેઠો પણ મુલાકાતીઓને હસાવવાનું કાર્ય કરે છે. હવે દાંડી માટે ગાંધીજીએ બધા સત્યાગ્રહીઓ અને લોકોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે આગલાં મુકામે મર્યાદિત લોકોએ જ આવવાનું છે.

વધુ પડતી ગીરદી કરી કાર્યમાં વિક્ષેપ પડવો ન જોઈએ. દેશસેવા માટે તમારો ઉમળકો મેં જોયો છે પરંતુ હવે માત્ર થોડા જ લોકો આગળ કૂચ કરશે, કારણ કે આ કોઈ ઉજાણીનું પર્વ નથી. વિજલપોરની સભા પૂરી થતા સાંજે છ કલાકે ગાંધી મંડળી કરાડી તરફ આગળ વધ્યાં. માર્ગમાં હાંસાપોર, એરૂ ચાર રસ્તા પાસે ભવ્ય સ્વાગત થયું. બહેનોની સંખ્યા પણ ભારે હતી. પેથાણમાં લોકો મશાલ લઈને આવ્યા હતા. જુગતરામભાઈની રાનીપરજ સેના પણ હાજર રહી હતી.

દાંડીયાત્રાના સેવાભાવીઓએ વર્ણવ્યો અનુભવ, વડીલોએ વાગોળ્યાં સંભારણા
વાંસદાના ફિઝીયોથેરાપીસ્ટ ડો. શુભમ દુબે દાંડીયાત્રીકોની સેવામાં ખડે પગે
વાંસદાના 26 વર્ષીય ફિઝીયોથેરાપિસ્ટ ડો. શુભમ દુબે દાંડીયાત્રાના પ્રારંભથી પદયાત્રીઓની સેવામાં ખડેપગે છે. ડો. શુભમ નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કાર્યરત છે. દાંડીયાત્રાનો અનુભવ જણાવતાં તેઓ કહે છે કે, પદયાત્રીઓનો ઉત્સાહ જળવાઈ રહે અને ઊર્જાસભર રહે એ માટે અમારી ટીમ દ્વારા નિયમિતપણે વાઇટલ્સ ચેક, પલ્સ, બ્લડપ્રેશર, ટેમ્પરેચર ચેક કરાવે છે, ત્યારબાદ વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરાવીએ છીએ.

ચોખડ ગામના સતિષભાઇ આહીરે ગાંધીજીને બકરીનું દૂધ પીવડાવ્યું હતું
ચોખડ ગામના 98 વર્ષીય સતિષભાઇ આહીરે ઐતિહાસિક દાંડીયાત્રામાં ગાંધીજીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ સાથે જ તેમણે ગાંધીજીને બકરીનું દૂધ પીવડાવ્યું હતું. હાલની દાંડીયાત્રામાં પણ તેમણે ગત વખતની જેમ ઉમેળકાભેર સ્વાગત કર્યું હતું. આ સાથે જ દાંડીયાત્રીકોએ તેમની સાથે મુલાકાત કરીને સતિષભાઇને હાર પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું અને આશિર્વાદ લીધા હતા.

યાત્રી નોર્મલ અને ફીટ જણાશે તો જ આગળની યાત્રા માટે અનુમતિ
પગના મસલ્સ રિલેક્ષ થાય એ માટે કુલડાઉન કસરત કરાવીએ છીએ. બપોરે પણ પુનઃ સવાર મુજબ જ ચેકઅપનું રૂટિન હોય છે. રસ્તામાં ચાલતા ચાલતા ઈજા ન થાય એની તાલીમ આપીએ છીએ, અગર ઇજા થાય તો તેની પણ સારવાર અપાય છે. યાત્રી નોર્મલ અને ફિટ જણાય તો જ આગળની યાત્રા માટે અનુમતિ આપવામાં આવે છે. > ડો. શ્રદ્ધા સુરતી, ફિઝીયોથેરાપીસ્ટ, અમદાવાદ

ગણદેવીના 85 વર્ષના લક્ષ્મીચંદ શાહ પણ દાંડીયાત્રામાં સહભાગી થયા
ગણદેવીમાં રહેતા ગાંધીવાદી 85 વર્ષીય લક્ષ્મીચંદ પાનચંદ શાહ ઉંમરની પરવા કર્યા વગર યુવાનો જેવા જોશ સાથે હાલની દાંડીયાત્રામાં જોડાયા છે. તેઓ વાંઝથી યાત્રાનો ભાગ બનીને દાંડી સ્મારક સુધી પહોંચવાના મક્કમ નિર્ધાર સાથે ફરીથી દાંડીપથ પર ઉતર્યા છે. આ પહેલા પણ તેઓ રાજીવ ગાંધીની દાંડીયાત્રા
કરી ચુક્યા છે.

દાંડીયાત્રામાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીઓ પણ જોડાઇ
દાંડીયાત્રામાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીઓ જોડાઇ છે. જેમાં મુંબઇની મેરેથોન રનર શિલ્પી મોન્ડલ અને સીમા વર્મા, ભુજની બેડમિંટન કોચ જ્યોતી ઠાકુર, અરવલ્લીની આર્ચરી પ્લેયર અર્ચના સુવેરા, વડોદરાની એથ્લેટીક પ્લેયર ધ્વની પઢીયાર, મૃનાલી હેન્ડે અને રેનુ યાદવ દાંડીયાત્રામાં જોડાઇને પોતાના સાહસનો પરિચય આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો