તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ હાલની અંદાજીત વસ્તી જોતા 1 લાખ વસ્તીએ 96 કેસ નોંધાયા છે, જે ગુજરાત રાજ્ય અને દેશમાં નોંધાયેલ વસ્તીના પ્રમાણમાં કેસોની સરખામણીએ ખૂબ ઓછા છે. નવસારી જિલ્લામાં પણ કોરોનાના કેસ 21 એપ્રિલે પ્રથમ કેસ બહાર આવ્યા બાદ નોંધાતા જ રહ્યા છે અને આજે રવિવારે કુલ કેસ 1466 થઈ ગયા છે. જોકે સરકારી ચોપડે જે કેસ નોંધાયા છે તે જોતા જિલ્લામાં કેસોની સંખ્યા રાજ્યના અન્ય જિલ્લા યા દેશમાં બહાર આવેલ કેસોના પ્રમાણમાં ખરાબ નથી. હાલ પણ કેસો અન્ય જગ્યાએ જે સંખ્યામાં કેસ બહાર આવી રહ્યા છે તેની સરખામણીએ તો નવસારીમાં સ્થિતિ કાબુમાં છે એમ કહી શકાય.
વસ્તીની સરખામણીએ તુલનાત્મક સ્થિતિ જોતા પોપ્યુલેશન પ્રોજેક્શન મુજબ નવસારી જિલ્લાની હાલની વસ્તી 15.17 લાખ અંદાજવામાં આવી છે. જે મુજબ શનિવાર સુધીમાં અહીં નોંધાયેલ કેસ 1463 જોતા જિલ્લામાં 1 લાખની વસ્તીએ 96 કોરોનાના નોંધાયા છે એમ કહી શકાય. અહીં ઉલ્લેખનીય છે કે હાલ સુધીમાં વસ્તીના પ્રમાણમાં ગુજરાતમાં અને દેશમાં જે કેસ નોંધાયા છે તેના પ્રમાણમાં ખૂબ ઓછા છે એમ કહી શકાય! ગુજરાતની હાલની અંદાજીત 7 કરોડની વસ્તીમાં 2.17 લાખ કેસ મુજબ 1 લાખની વસ્તીએ 300થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે દેશની અંદાજીત 140 કરોડની વસ્તીમાં 96 લાખ કેસ મુજબ 1 લાખની વસ્તીએ 650થી વધુ કેસ બહાર આવ્યા છે એમ કહી શકાય!
બીચ, બાગ, સિનેમાની પરવાનગી છતાં ન ખોલાતા સંક્રમણ ઘટાડી શકાયું
નવસારી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસો રાજ્ય યા દેશની સરેરાશ કરતા ઓછા છે, ત્યારે અહીં સંક્રમણ વધે નહિ તે માટે કેટલીક ભીડવાળી જગ્યા ખોલવા પરવાનગી અપાઈ છતાં નહિ ખોલવાનો ફાયદો પણ થયો છે. આમ તો લોકડાઉન મુકાયાનો ઘણો સમય ગાર્ડનો ખોલવાની મંજૂરી જ અપાઈ ન હતી પરંતુ બે મહિનાથી સરકારે મંજૂરી આપી છે છતાં નવસારી પંથકના મહત્તમ ગાર્ડનો તકેદારીરૂપે ખોલાયા નથી,જેથી અહીં આવનારા બાળકો યા મોટેરાઓમાં સંક્રમણ અટકાવી શકાયું છે.
જિલ્લામાં દરિયાકિનારે હરવાફરવા માટે બે મહત્વના બીચ દાંડી અને ઉભરાટ આવેલા છે .આ બન્ને બીચ નજીકના વલસાદનો તિથલ બીચ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો ત્યારે પણ ખુલ્લા મુકાયા ન હતા.અહીં રજાના દિવસે હજારો પ્રવાસી જિલ્લામાંથી અને સુરતથી આવે છે ,જેથી સંક્રમણનો ભય હતો,જે રોકી શકાયો છે.અહીંના સીનેમાઓને પણ સરકારે તો ખોલવા મંજૂરી ઘણા સમયથી આપી છે પણ નહીં ખુલતા તેનો પણ કોરોના વધુ ફેલાતો રોકવામાં ફાયદો થયો છે.આ ઉપરાંત માસ્ક ,સોસીયલ ડિસ્ટનસિંગ વિગેરે માપદંડોનું પાલન કરાવવાનો પણ કેસો ઘટાડવામાં ફાયદો થયો છે.
1.05 લાખ સેમ્પલે 1466 પોઝિટિવ, દર 72 ટેસ્ટે 1 કેસ
નવસારી જિલ્લામાં 1.05 લાખ જેટલા લેવાયેલ સેમ્પલોના રિપોર્ટ આવી ગયા છે અને તેમાં 1466 પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. આમ દર 72 ટેસ્ટ એ 1 પોઝિટિવ બહાર આવ્યો છે એમ કહી શકાય. અહીં ઉલ્લેખનિય છે કે જે ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાં આર ટી પીસીઆર અને રેપીડ એન્ટીજન બે પ્રકારના ટેસ્ટ છે. જોકે તેમાં વધુ સંખ્યામાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાયા છે અને તે વધુ નેગેટિવ પણ આવ્યા છે.
1 લાખની વસ્તીએ 7થી ઓછા મૃત્યુ
નવસારી જિલ્લામાં કોરોનાના દર્દીઓનો મૃત્યુ પણ પ્રમાણમાં ઓછા રહ્યા છે. હાલ સુધીમાં સરકારી ચોપડે 101 કોરોનાના દર્દીના મૃત્યુ નોંધાયા છે. લગભગ 45 થી વધુ દિવસથી તો કોઈ જ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. વસ્તીના પ્રમાણમાં જોઈએ તો 1 લાખની વસ્તીએ 7 થી ઓછા વ્યક્તિના મૃત્યુ થયા છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.