તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંભાવના:નવસારી જિલ્લાની 19 કોલેજમાં 17000 છાત્ર સામે માત્ર 8500 બેઠક, FYમાં 6500ના પ્રવેશનો પડકાર

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધોરણ-12માં પરીક્ષા રદના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશી પણ પ્રવેશ પરીક્ષા લેવાય તેવી શક્યતા
  • 2000 જેટલા વિદ્યાર્થીઓ પેરામેડિકલ અને એન્જિનિયરીંગ વિભાગમાં એડમીશન લે તેવી સંભાવના

નવસારી જિલ્લામાં ધોરણ-12ના આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહના 17 હજાર છાત્ર સરકારના પરીક્ષા નહીં લેવાના નિર્ણયથી ખુશીનો માહોલ છવાયો છે. જોકે, ગાઇડલાઇનના અભાવે ગૂંચવાડો યથાવત છે. જો સરકારના નિર્ણય પ્રમાણ તમામ વિદ્યાર્થીઓને પાસ કરાય તો નવસારી જિલ્લામાં આર્ટ્સ અને કોમર્સની આશરે 12 કોલેજમાં 7000 જેટલી બેઠક હોય વધારાના 3 હજાર છાત્રને પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે મુશ્કેલી પડશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 7 કોલેજમાં 1500 જેટલી બેઠકો હોય વધારાના 3000થી વધુ છાત્રને પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની સમસ્યા ઉભી થશે. જોકે, પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય તેવી પણ શક્યતા નકારી શકાય નહી.

કોરોનાના કારણે છાત્રોને આખું વર્ષ ઓનલાઈન અભ્યાસ કર્યા બાદ રાજ્યમાં 1લી જુલાઈએ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ મુકાયું હતું. વડાપ્રધાન દ્વારા CBSE પરીક્ષા રદ કરવાની જાહેરાતને પગલે ગુજરાત શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા મોડી રાત્રિએ ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાતા કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો.

જેમાં નવસારીમાં ધોરણ-12ના 17 હજાર છાત્રોની પરીક્ષા નહીં લેવાય. સરકારના નિર્ણય પ્રમાણે જો પરીક્ષા નહીં લેવાય તો આ તમામ વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા સરળ નહીં રહે. સામાન્ય પ્રવાહમાં 3000 અને વિજ્ઞાન પ્રવાહમાં પણ 3000થી વધુ છાત્રોને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ બાબતે સમસ્યા ઉભી થશે. ખાનગી તેમજ સરકારી કોલેજમાં તમામ બેઠકો પુરાઈ ગયા બાદ પણ પ્રવેશની સમસ્યા રહેવાની શક્યતા છે.

જિલ્લામાં ધોરણ-12ના 4167 રિપિટર છાત્રનો નિર્ણય બાકી

  • ધોરણ-12માં આર્ટ્સ-કોમર્સમાં 8273 રેગ્યુલર અને રિપિટર 1950 છે.
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રેગ્યુલર 4472 અને રિપિટર 2217 છાત્રો છે.

તેજસ્વી છાત્રોને ખોટ જશે

ધોરણ-12માં બોર્ડની પરીક્ષા હોય આખું વર્ષ ઘણી મહેનત કરી હતી અને મારા 85થી વધુ ટકા આવે એમ હતું પણ સરકારે કોરોનાના કારણે પરીક્ષા નહીં લેવાના નિર્ણય એક રીતે સારો કહેવાય પણ તેજસ્વી છાત્રોને ખોટ જશે. > દેવાંશી મહેશ પટેલ, વિદ્યાર્થિની, કસ્બાપાર હાઈસ્કૂલ નવસારી

​​​​​​​યુનિ. દ્વારા વર્ગો વધારાય તો પ્રવેશ સરળ બનશે

​​​​​​​

નવસારી જિલ્લામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સંખ્યા 12 છે. તેમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ચાલુ વર્ષે ધરખમ વધારો થવાની સંભાવના છે. વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા વર્ગો વધારવાના કે અન્ય કામચલાઉ વ્યવસ્થા ઉભી કરી પ્રવેશની સમસ્યા હલ થઈ શકે તેમ છે. > ડો. મયુર પટેલ, અધ્યાપક, નારણ લાલા કોલેજ

સાયન્સમાં 2000 છાત્રને પ્રથમ વર્ષમાં મુશ્કેલી
નવસારીમાં વિજ્ઞાન પ્રવાહની 7 જેટલી કોલેજમાં 1200 થી 1500થી વધુ છાત્રને ગત વર્ષે પ્રવેશ આપ્યા હતા. હાલમાં 7000 જેટલા છાત્ર પાસ થતા જેમાંના JEE અને NEETની પરીક્ષા પાસ થતા આશરે 1500 થી 2000 છાત્ર મેડિકલ અને એન્જિનિયરીંગ શાખામાં જશે. અન્ય 5000 જેટલા છાત્રમાંથી 1500ને પ્રવેશ મળે તો પણ આશરે 3500 જેટલા છાત્ર પ્રથમ વર્ષમાં પ્રવેશથી વંચિત રહેવાની શક્યતા રહેલી છે. ગત વર્ષે ઘણી કોલેજોમાં બેઠકો ખાલી રહી હતી, જે આ વર્ષે પુરાઈ જવાની શક્યતા છે. > ડો.સુનિલ નાયક, આચાર્ય, નારણલાલા કોલેજ ઓફ એપ્લાઈડ સાયન્સીસ કોલેજ,નવસારી

અન્ય સમાચારો પણ છે...