રસીકરણ:જિલ્લામાં શનિવારે માત્ર 5875 જણાને વેક્સિનેશન

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહત્તમ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો

નવસારી જિલ્લામાં શનિવારે માત્ર 5875 જણાને જ કોવિડ રસી અપાઈ હતી. જિલ્લામાં ગુરુવારે 12800થી વધુ અને શુક્રવારે 9800થી વધુ લોકોને રસી અપાયા બાદ શનિવારે રસિકરણની સંખ્યા ઘટી હતી. શનિવારે માત્ર 5875 જણાને જ રસી અપાઈ હતી.જેમાં 812 જણાએ પહેલો ડોઝ અને 5063 જણાએ બીજો ડોઝ લીધો હતો. તાલુકાવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 1044,જલાલપોરમાં 802, ગણદેવીમાં 901, ચીખલીમાં 1632, ખેરગામમાં 500 અને વાંસદામાં 996 રસી અપાઈ હતી.

શનિવારે કોરોના કેસ નહીં
જિલ્લામાં શનિવારે કોરોનાનો કોઈ નવો કેસ સરકારી ચોપડે નોંધાયો ન હતો અને કુલ કેસની સંખ્યા 7202 રહી હતી. એક્ટિવ કેસોની સંખ્યા 8 જ રહી હતી. જેમાં 1 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને અન્ય 7 હોમ આઇસોલેશનમાં જ છે. છેલ્લા ઘણા દિવસોથી કોઈ મૃત્યુ નોંધાયું નથી.

અન્ય સમાચારો પણ છે...