તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:નવસારીમાં ગુરુવારે 854 કોરોના ટેસ્ટમાં 3 જ પોઝિટિવ

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ રિકવર1316,એક્ટિવ કેસ 44, હોમ આઇસોલેશનમાં 38

નવસારી જિલ્લામાં ગુરુવારે લેવાયેલ 854 સેમ્પલના કરાયેલ કોરોના ટેસ્ટમાં માત્ર 3 જ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે 4 દર્દૃી રિકવર થતા કુલ 1316 દર્દી રિકવર થયા છે. હાલ એક્ટિવ કેસ 44 અને 38 હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.નવસારી જિલ્લામાં કોરોનાના ટેસ્ટ કરાવવા ગુરુવારે 854 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેના એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ કરાયા હતા.જેમાં માત્ર 3 જ પોઝિટિવ આવ્યા હતા. જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા તેમાં જલાલપોર તાલુકાના કૃષ્ણપુર, ચીખલી અને નવસારીના તરોટા બજાર વિસ્તારના એક -એક કેસ હતા. આ નવા 3 કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 1461 થઈ ગયા હતા. શુક્રવારે કોરોનાની સારવાર લેતા વધુ 4 દર્દી રિકવર થયા હતા,જેની સાથે કુલ રિકવરની સંખ્યા 1316 થઈ હતી. એક્ટિવ કેસ 44 રહ્યા હતા, જેમાં 38 દર્દીઓ તો હોમ આઇસોલેશનમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો