તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક પર ખતરો:હજુ 25 ટકા કેરી જ ઉતારાઇ છે 75 ટકા આંબા પર, તૈયાર કેરી ઉતારી લેવી હિતાવહ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 34 હજાર હેક્ટરમાં કેરીના પાક પર ખતરો

નવસારીના દરિયાકાંઠે વાવાઝોડુ ‘તૌકતે’ ત્રાટકવાની દહેશત ઉભી થતા હવે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. જિલ્લામાં 30થી 35 હજાર હેકટરમાં કેરી પાકનું વાવેતર હોય કેરીનો પાક હાલ ઉતારવાની સ્થિતિએ હોવાથી મોટુ નુકસાન આ પાકમાં થવાની શક્યતા ઉભી થઈ છે, કારણ કે હાલ 75 ટકા કેરી આંબા પર જ છે. જ્યારે માત્ર 25 ટકા કેરી જ ઉતારાઈ છે. જેથી તૈયાર કેરી તત્કાલ ઉતારી લેવી હિતાવહ છે.નવસારી જિલ્લાને તૌકતે વાવાઝોડાની અસર આગામી 17 કે 18મીએ થવાની સંભાવના છે. જેને લઈ ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.

હાલ કેરીની સિઝન છે અને મહત્તમ પાક આગામી દિવસોમાં ઉતારવાની શક્યતા છે. તેવા સંજોગોમાં વાવાઝોડુ આવી જવાની શક્યતાને લઈ કેરીના પાક ઉપર ખતરો ઉભો થયો છે. નવસારીમાં વાવાઝોડાની અસર દરિયાકાંઠાના ગામોમાં વધુ છે પરંતુ આ તૌકતે વાવાઝોડાની સાથે ભારેથી અતિભારે વરસાદ અને સાથે વાવાઝોડુ પણ ફૂંકાવાની સંભાવના રહેલી હોવાથી કેરીના પાક ઉપર તેની અસર પડી શકે છે. જોકે વાવાઝોડુ ફંટાઈ જાય તો આ નુકસાનીમાંથી બચી શકાશે.

ખેડૂતોને નુક્સાનથી બચવા તકેદારી જરૂરી
હાલમાં કેરીના પાકનું મહત્તમ પ્રમાણમાં હારવેસ્ટિંગ બાકી છે, અત્યારે માત્ર 25% જેટલી જ કેરી ઉતારવામાં આવી છે. બાકીની 75% કેરી હજુ પણ ઝાડ પર જ છે. ઉતારવા જેવી તૈયાર થયેલી કેરી હોય તો ખેડૂતે વહેલી તકે ઉતારી લેવી જોઈએ જેથી કરીને નુકસાન ઓછું થાય. - ડાે. સી. કે. ટીમ્બડીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક, નવસારી કૃષિ યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...