વેક્સિનેશન:15થી 18 વર્ષ વચ્ચેના 19 ટકા બાળકોને જ રસી બાકી, નવસારી જિલ્લામાં 81 ટકાને પહેલો ડોઝ

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારી જિલ્લામાં 15થી 18 વર્ષ વચ્ચેના અંદાજે 19 ટકા બાળકોને જ રસી આપવાની બાકી રહી છે.4 દિવસમાં 81 ટકાને રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે. જિલ્લામાં સોમવારથી 15થી 18 વર્ષ વચ્ચેના બાળકોને કોવિડ રસી આપવાની શરૂઆત કરાઈ હતી.ગુરુવારે 4 દિવસ પૂર્ણ થયા છે ત્યારે આ સમય દરમિયાન કુલ 46654 બાળકોને રસી આપી દેવાઈ છે, જેમાં સ્કૂલે જતા 40351 અને સ્કૂલે નહીં જતા 6303 બાળકોને રસી અપાઈ છે. જિલ્લામાં અંદાજે કુલ 57467 બાળકો છે ત્યારે તેમાંથી 81 ટકાને પહેલો ડોઝ અપાઈ ગયો છે અને 19 ટકા જ બાકી છે.

ગુરૂવારે પણ વધુ 10748 બાળકોને રસી અપાઈ હતી,જેમાં સ્કૂલે જતા 8886 અને સ્કૂલે નહીં જતા 1862 છે. તાલુકાવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 2962,જલાલપોરમાં 1362,ગણદેવીમાં 1993, ચીખલીમાં 1957, ખેરગામમાં 513 અને વાંસદામાં 1961 બાળકોને રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...