તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિઝન અંત ભણી:નવસારી APMCમાં ગુરુવારે માત્ર 160 મણ જ કેરી આવી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડામાં કેરી પડી જતાં ખેડૂતોને નુકસાન

નવસારી પંથકમાં હવે કેરીની સિઝન લગભગ અંત ભણી છે. ગુરૂવારે એપીએમસીના માર્કેટયાર્ડમાં માત્ર 160 મણ જ કેરી આવી હતી.નવસારી પંથકમાં એપ્રિલ મહિનાથી કેરીની સિઝન શરૂ થઈ હતી.જેમાં મે મહિનામાં કેરીના પ્રમાણમાં વધારો થયો હતો. એક સમયે 8 હજાર મણ પણ કેરી અહીંના નવસારી એપીએમસીના માર્કેટયાર્ડમાં આવતી હતી. જોકે હવે માર્કેટયાર્ડમાં ખૂબ જ ઓછી કેરી આવી રહી છે અને એક રીતે 2021ની કેરીની સિઝન અંત ભણી છે એમ પણ કહી શકાય.

ગુરુવારે નવસારી એપીએમસીમાં માત્ર 160 મણ જ કેરી હરાજી માટે આવી હતી. જે કેરી આવી હતી તેમાં કેસર, દેશી, ટોટાપુરી અને આમ્રપાલી કેરી હતી. હરાજીમાં 20 કિલોના કેસરના ભાવ 1400, ટોટાપુરીના 110થી 180, આમ્રપાલીના 150થી 500 રૂપિયા અને દેશી કેરી સારી ક્વોલિટીની આવતા તેનો ભાવ 20 કિલોનો 1000 જેટલો સારો બોલાયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે ચાલુ સાલ વાવાઝોડામાં કેરીનો મોટો જથ્થો ઝાડ પરથી પડી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...