રસીકરણ:આદિવાસી વિસ્તારોમાં 18+ સ્થાનિકોનું રસીકરણ 15 ટકા જ

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ‘આદિવાસી જિલ્લો’નવસારીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની નીતિના કારણે મહત્તમ યુવાનો રસી મૂકાવી શકતા નથી
  • આદિવાસી વિસ્તારના સેન્ટરો ઉપર નવસારી,વલસાડ સહિતના વિસ્તારના મહત્તમ લોકો જ રજીસ્ટ્રેશન કરાવી રસી મૂકાવી રહ્યાં છે

નવસારી જિલ્લામાં 18 થી 45 વર્ષ વચ્ચેના રસીકરણમાં આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકોનું રસીકરણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. અહીંના સેન્ટરો પર મહત્તમ બહારના લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી રસી મૂકાવી રહ્યાં છે.\nનવસારી જિલ્લામાં પણ 4 જૂનથી 18થી 45 વર્ષ વચ્ચેના લોકોનું વેક્સિનેશન શરૂ થયું હતું. પ્રથમ 20 સેન્ટરો પર 200-200 ડોઝ આપવાની શરૂઆત કરાયા બાદ ગુરુવારે 26 સેન્ટરો ઉપર અપાયા હતા.આ વેક્સિનેશનમાં રજીસ્ટ્રેશન ઓનલાઈન રખાયું છે અને ગમે ત્યાંના લોકો રજીસ્ટ્રેશન કરાવી ગમે ત્યાં કોવિડ રસી મુકાવી શકે છે.

આ નીતિના કારણે ’આદિવાસી જિલ્લો’ ગણાતા નવસારી જિલ્લામાં 18+ રસીકરણમાં ભારે વિસંગતતા પેદા થઈ છે. 18+ રસીકરણના 8 દિવસ પૂરા થયા છે ત્યારે જિલ્લાના 3 આદિવાસી બહુસંખ્યક તાલુકા વાંસદા, ખેરગામ અને ચીખલી ઉપરાંત અન્ય 3 તાલુકાના આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિકોનું રસીકરણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે. કેટલીક જગ્યાએ 20 ટકા તો કેટલીક જગ્યાએ માંડ 10 જ ટકા જ સ્થાનિકો પોતાના વિસ્તારમાં રસીકરણ કેન્દ્રો હોવા છતાં મુકાવી છે. સ્થાનિકોનું રસીકરણ સરેરાસ અંદાજે 15 ટકા ડ છે. આ વિસ્તારના રસીકરણ કેન્દ્રો ઉપર નવસારી,વલસાડ,સુરતના લોકો રજીસ્ટ્રેશન કરાવી રસી મુકાવી રહ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની આવડત સહિતના અનેક કારણોને લઈ આ સ્થિતિ પેદા થઈ છે.

બોલો, હવે પંચાયત સ્તરે રૂ. 5નો ચાંદલો આપી રજીસ્ટ્રેશનનો પત્ર
રસીકરણ શરૂ થયા બાદ ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ગ્રામ્ય વિસ્તારોમાં પડતી મુશ્કેલી રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આવી છે. આ બાબતને ધ્યાને લઈ સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન નહીં કરી શકતા લોકો માટે એક વ્યવસ્થા ઉભી કરવાની જાહેરાત કરી છે. જેમાં રસી મુકાવવા ઈચ્છતા લાભાર્થી ગ્રામ પંચાયત સ્તરે કામ કરતા વી.સી. (કમ્પ્યૂટર ઓપરેટર) પાસે જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી રસીકરણની એપોઈમેન્ટ કરવાની રહેશે. આ માટે લાભાર્થી દીઠ વી.સી.ને રૂ. 5 ચૂકવવાના રહેશે. આ 5 રૂપિયા લાભાર્થીએ વી.સી.ને આપવાના રહેશે.

રસીકરણ ફક્ત ‘શહેરીજનાે માટે જ લાગે છે’

અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા
અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા

18+નું હાલના રસીકરણમાં સ્થાનિકો 10 ટકાથી ઓછા રસી મૂકાવી રહ્યાં છે. એક સેન્ટર ઉપર 200 ડોઝમાં સ્થાનિકો કદાચ વધુમાં વધુ 20 ડોઝ જ મૂકાવતા હશે. આ રસીકરણ ‘શહેરના લોકો માટે જેવું જ’થઈ ગયું છે. ગામડામાં નેટવર્ક પકડાતું નથી. બીજુ કે 5થી 7 વાગ્યાના રજીસ્ટ્રેશનના ટાઈમમાં ગામડામાં લોકો દૂધના કામમાં જ બીઝી રહે છે. 45+ના રસીકરણ જેવું ‘સ્પોટ રજીસ્ટ્રેશન’ જ હોવું જોઈએ. આ અંગે ડીડીઓ મેડમને પણ રજૂઆત કરી છે. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા

સમગ્ર જિલ્લામાં 8 દિવસમાં 18+નું માત્ર 32429 લોકોને જ રસીકરણ
4 જૂનથી શરૂ થયેલ 18થી 45 વર્ષની વયની વચ્ચેના વેક્સિનેશનને 11મી જૂને 8 દિવસ પૂરા થયા છે. આ 8 દિવસમાં નવસારી જિલ્લામાં કુલ 32429 લોકોને (18+) રસી અપાઈ છે. જિલ્લાના 6 તાલુકાના સેન્ટરો ઉપર કરાયેલા રસીકરણમાં તાલુકાવાર જોતા નવસારીમાં સૌથી વધુ 8271ને રસીને પહેલો ડોઝ અપાયો છે. આ ઉપરાંત જલાલપોરમાં 6640, ગણદેવીમાં 6922, ચીખલીમાં 4806, ખેરગામમાં 1562 અને વાંસદા તાલુકામાં 4228 રસી અપાઈ હતી. શુક્રવારે જિલ્લામાં કુલ 4790 જણાંને રસી અપાઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન રજીસ્ટ્રેશન હોઈ જે તે તાલુકામાં થયેલ રસીકરણ તેજ તાલુકાના લોકોએ કરાવ્યું હોય એમ નથી.

અન્ય સમાચારો પણ છે...