તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના વળતા પાણી:છેલ્લા 11 દિવસમાં માત્ર 1 દિવસ કોરોનાનો કેસ નોંધાયો

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવસારી જિલ્લામાં બુધવારે પણ કેસ નહીંં
 • કુલ રિકવર 1449, એક્ટિવ કેસ માત્ર 3

નવસારી જિલ્લામાં બુધવારે સતત ચોથા દિવસે કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.છેલ્લા 11 દિવસમાં 10 દિવસ સરકારી ચોપડે કેસ નોંધાયા નથી. નવસારી જિલ્લામાં 30મી જાન્યુઆરીએ 3 કોરોનાના કેસ બહાર આવ્યા હતા,ત્યારબાદ કેસ નોંધાયો નથી. બુધવારે પણ એક પણ કેસ જિલ્લામાં નોંધાયો ન હતો મંગળવારે જે 346 સેમ્પલ કોવિડ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા તેમાં કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. કુલ કેસની સંખ્યા 1562 જ રહી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 24 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરીના છેલ્લા 11 દિવસ દરમિયાન માત્ર એક જ દિવસ પોઝિટિવ કેસ નોંધાયા હતા, 10 દિવસ જિલ્લો નવા કેસ વિનાનો રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે બુધવારે કોઈ દર્દી રિકવર થયો ન હતો અને કુલ રિકવરની સંખ્યા 1449 છે.

એક્ટિવ કેસ ત્રણ રહ્યા છે, જે તમામ વાંસદા તાલુકાના જ છે અને તે તમામ હોમ આઇસોલેશનમાં છે. કોવિડ ટેસ્ટ માટે બુધવારે 335 સેમ્પલ લેવામાં આવ્યા હતા,જેનો રિપોર્ટ પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો