નવસારી જિલ્લામાં ચૂંટણી આચારસંહિતા અમલી બન્યાના 13 દિવસોમાં આચારસંહિતા ભંગની માત્ર એક ફરિયાદ થયાની જાણકારી મળી છે.3 નવેમ્બરના રોજ અહીંના નવસારી જિલ્લામાં પણ વિધાનસભાની 4 બેઠકોની ચૂંટણી જાહેર થઈ હતી અને ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી આચારસંહિતા અમલી પણ બની ગઇ હતી. આચારસંહિતા અમલી બની ગયાને 13 દિવસ થઈ ગયા છે.
આ દિવસો દરમિયાન જિલ્લાની ચારેય બેઠક દરમિયાન માત્ર એક જ આચારસંહિતા ભંગની ફરિયાદ મળ્યાની જાણકારી મળી છે. આ ફરિયાદ નવસારી વિધાનસભા મત વિસ્તારની છે. મળતી માહિતી મુજબ નવસારી વિજલપોર નગરપાલિકાના નામે એક જાહેરાત ચૂંટણી આચારસંહિતા અમલી બન્યો બાદ એક અખબારમાં પ્રસિદ્ધ થઈ હતી. જોકે આ જાહેરાત મુદ્દે નગરપાલિકા તથા સંબંધિત વિભાગોએ ખુલાસો કરી દેતા યુક્ત ફરિયાદનો નિકાલ કરી દેવાયો છે. અહીં ઉલ્લેખનીય છે કે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વેગ પકડ્યા બાદ ચૂંટણી આચારસંહિતા ભંગની વધુ ફરિયાદ થવાની શક્યતા છે. હાલ સુધી તો જિલ્લામાં ચૂંટણીની ખરા અર્થમાં કશ્મકશ જ શરૂ થઈ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.