તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદવીદાન સમારંભ:9મીએ નવસારી કૃષિ યુનિ.નો ઓનલાઈન પદવીદાન સમારંભ

નવસારી22 દિવસ પહેલા
 • કૉપી લિંક

દક્ષિણ ગુજરાતના નવસારીમાં કાર્યરત નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત ખેતીવાડીની ત્રણ વિદ્યાશાખા નવસારી, વઘઈ અને ભરૂચમાં આવેલી છે. બાગાયત, ફોરેસ્ટ્રી, પશુચિકિત્સા અને પશુપાલન, એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ તેમજ મત્સ્યપાલન વિષયક વિદ્યાશાખા પણ નવસારીમાં કાર્યરત છે. તદઉપરાંત કૃષિ ઈજનેરી વિદ્યાશાખા ડેડીયાપાડા અને બાયોટેકનોલોજી વિદ્યાશાખા સુરત આવેલી છે. આ વિદ્યાશાખાઓ સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે પ્રદાન આપે છે. આગામી 9મી ફેબ્રુઆરીએ કૃષિ યુનિ.નો 16મો પદવીદાન સમારંભ યુનિ.ના સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલમાં રાજ્યપાલ અને વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ મોડ (ઓનલાઈન)થી યોજાનાર છે.

રાજ્યના મંત્રી આર.સી. ફળદુ સમારંભના અતિથિવિશેષ છે. જ્યારે ડો. આર.સી. અગ્રવાલ ડેપ્યુટી ડાયરેકટર જનરલ (એગ્રી એજ્યુકેશન) આઈસીએઆર, ન્યુ દિલ્હી મુખ્ય મહેમાન દીક્ષાંત પ્રવચન આપશે. આ પદવીદાન સમારંભમાં સ્નાતક કક્ષાના 461 અને અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના 230 મળી કુલ 691 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પદવી એનાયત કરાશે. પદવીદાન સમારંભ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર સ્નાતક કક્ષાના 23 અને અનુસ્નાતક કક્ષાના 14 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને કુલ 37 ગોલ્ડ-ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ યુનિવર્સિટીનો ‘બેસ્ટ ટીચર એવોર્ડ તેમજ ‘બેસ્ટ રિસર્ચર એવોર્ડ’ એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારંભની સફળતા માટે યુનિ.ના અધિકારી, વૈજ્ઞાનિકો કુલપતિ ડો. ઝેડ.પી. પટેલના માર્ગદર્શન હેઠળ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો