તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:નવસારી પાલિકા વિસ્તારમાં આજથી એક જ ટાઈમ પાણી

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નહેરનું પાણી વિલંબાતા પાલિકાનો નિર્ણય

નહેરનું પાણી મળવામાં વિલંબ થવાથી નવસારીમાં (જૂનો નવસારી પાલિકા વિસ્તાર) આજથી પાલિકા થોડા દિવસ એક જ ટાઈમ પાણી આપશે.જુના નવસારી પાલિકા વિસ્તારની પાણી યોજના ઉકાઈ ડેમમાંથી છોડાતા નહેરના પાણી આધારિત છે. છેલ્લા ઘણા દિવસોથી નહેરના પાણીનો જથ્થો શહેરના દુધિયા અને દેસાઈ તળાવમાં પૂરતો આવતા શહેરીજનોને બે ટાઈમ પાણી પાલિકા આપી રહી હતી. જોકે શુક્રવારે અચાનક જ પાલિકાએ એક જ ટાઈમ પાણી આપવાની જાહેરાત કરી હતી. જેનો અમલ આજથી થશે. નહેરનું પાણી પાલિકાને જે મળનાર હતું, તેમાં વિલંબ થયો છે જેને લઈને હાલ તળાવોની સપાટી ખૂબ જ ઘટી ગઈ છે, આ સ્થિતિમાં બે ટાઈમ પાણી આપવું મુશ્કેલ હોય એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય કર્યો છે. થોડા દિવસની જ આ સમસ્યા છે, નહેરનું પાણી આવતા સમસ્યા હલ થઈ શકે છે. જોકે આ પાણીકાપ જુના નવસારી પાલિકા વિસ્તારમાં જ છે.

અન્ય સમાચારો પણ છે...