મદદ:નવસારી સિવિલ હોસ્પિટલમાં વન સ્ટોપ સેન્ટર-સખી યોજના કાર્યરત

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દેશના દરેક રાજયમાં વન સ્ટોપ સેન્ટર-સખી યોજના કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખડસુપામાં કાર્યરત હતું. જે હવે સિવિલ હોસ્પિટલ નવસારીમાં નવનિર્મિત મકાનમાં કાર્યરત થયું છે.નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવસારી સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરનું ડિજીટલ લોકાર્પણ કર્યુ હતું. આ સેન્ટરનો મુખ્ય ઉદેશ પિડીત મહિલાને ઘરમાં, સમાજમાં અથવા કાર્યના સ્થળે થતી હિંસા સામે તમામ પ્રકારની મદદ જેવી કે તબીબી સેવા, પરામર્શ, કાનૂની માર્ગદર્શન, પોલીસ સેવા, આશ્રય અને સંસ્થાકીય મદદ પૂરી પાડશે. મહિલાઓ અને કિશોરીઓ સમાજમાં શારિરીક, જાતિય, ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક પ્રકારની હિંસાનો ભોગ બને છે.

હિંસાથી પિડીત મહિલાને આ કેન્દ્ર દ્વારા તમામ પ્રકારની મદદ એક જ સ્થળેથી પૂરી પડાશે અને સહાય કરશે.આ યોજના હેઠળ વન સ્ટોપ સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે. મહિલા અધિકારી કાર્યર્સ્થળે ચોવીસ કલાક હાજર રહેશે. કેન્દ્ર ઉપર સૌથી પહેલો સંપર્ક તેમની સાથે કરવાનો રહેશે. પિડીત મહિલાનો પ્રશ્ન સાંભળી તેનો કેસ ઓનલાઇન રજીસ્ટર કરશે. જેનાથી તેનો યુનિક આઇ.ડી નંબર જનરેટ થશે. વન સ્ટોપ સેન્ટર-સખી યોજનાની સેવાઓ જે મહિલાઓ મદદ મેળવવવા માંગતી હોય તે પૂરી પાડવામાં પ્રયાસ કરશે. પિડીતાને ગુનેગાર/આરોપી સામે પોલીસ કાર્યવાહી કરવામાં મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...