નવસારી શહેરમાં આવેલ એક જગ્યા 2 અલગ અલગ હેતુ તળાવ અને માર્કેટ માટેની સરકારી રેકર્ડ પર જ બતાવતી હોય કાનૂની પ્રશ્ન ઉભો થયા છે ત્યારે પાલિકાએ આ મુદ્દે કાનૂની અભિપ્રાય લેવાનો નિર્ણય કર્યો છે. નવસારીમાં દેવીના પાર્ક વિસ્તાર નજીક આવેલ એક જગ્યાની હેતુ મુદ્દે વિવાદ સર્જાયો છે. લેન્ડ રેકર્ડ ઉપર તો આ જગ્યા તળાવની છે, સાથે વર્ષોથી સ્થળ ઉપર પણ અહીં તળાવ જ હતું. જ્યાં પાણી રહેતું હતું.
જોકે હાલ આ તળાવમાં રોડ મટિરિયલ નાખી પુરવામાં આવ્યું છે. બીજી તરફ નગરપાલિકામાં પૂછતાછ કરતા જાણવા મળ્યું કે આ જગ્યા તો શહેરની ટાઉન પ્લાનિંગ સ્કિમ 3 માં માર્કેટ બનાવવાના હેતુ માટે 1992 થી 99ના અરસામાં રિઝર્વ કરી દેવાઈ હતી. તળાવની જગ્યા માર્કેટ માટે કેવી રીતે રિઝર્વ કરી શકાય? ભૂલ થઈ કે અન્ય કારણ હોય એ વાત પણ સાચી છે.
નવાઈની વાત એ છે કે સરકારની જ બે ઓથોરિટી ગણાતી લેન્ડ રેકર્ડ્સ અને પાલિકા બન્નેમાં એક જ જગ્યા બે અલગ અલગ હેતુ માટે બતાવે છે તો સાચું કોણ ? તળાવ પુરાઈ ગયા બાદ પાલિકા પણ હવે અવઢવમાં મુકાઈ છે અને આ મુદ્દે કાનૂની સલાહ લેવાનો નિર્ણય કર્યો છે.
તળાવનો હેતુફેર આ પ્રશ્નો સર્જે છે
નગરપાલિકા એમ જણાવે છે કે 1992ના અરસામાં તળાવ પૈકીની જગ્યા અન્ય હેતુ માટે રિઝર્વ કરી શકતી ન હતી, કારણ કે તે સમયે તળાવ અંગેના કાયદા ન હતા. અહીં અનેક પ્રશ્નો ઉભા થાય છે, રાજ્યમાં કેટલી ટી.પી. સ્કિમોમાં તળાવની જગ્યા અન્ય હેતુ રિઝર્વ કરાઈ ? ભૂતકાળમાં સુપ્રિમ કોર્ટે અનેક ચૂકાદામાં તળાવ-નદીને યથાવત રાખવામાં ચૂકાદા આપ્યા તેનું શું ? સરકાર અને વડાપ્રધાનની જળસંચય, તળાવોને જાળવવાની વાતોનું શું ? શું ટી.પી.માં ભુલ થઈ હતી તો સુધારો થઈ ન શકે ?
1992માં માર્કેટ માટે રિઝર્વ કરાઇ
‘મને એવી જાણ કરાઈ છે કે, 1992ના અરસામાં વલસાડ જિલ્લો હતો ત્યારે નગર નિયોજકની ટી.પી. સ્કિમમાં માર્કેટના હેતુ માટે ઉક્ત જગ્યા રિઝર્વ કરાઈ હતી, કારણ કે તે વખતે તળાવ પૈકીની જગ્યાને અન્ય હેતુ માટે ડાયવર્ટ કરવાનો નિયમ ન હZતો. હવે આ હેતુફેર થાય કે નહીં યા અન્ય બાબતો અંગે અમે કાનૂની અભિપ્રાય લઈશું.’ > જીગીશ શાહ, પ્રમુખ, નગરપાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.