તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નવસારી-ગણદેવી રોડ પર ખાડીમાં કાર ખાબકતા એકનું મોત, બે ઘાયલ

નવસારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલ યુવાનને સમયસર સારવાર મળી હોત તો જીવ બચી ગયો હોત

શહેરમાં આવેલા રાજીવનગરમાં રહેતા અને ચાની લારી ચલાવતા ભાવેશભાઈ રાઠોડનું કાર અકસ્માતમાં કરુણ મોત થયું છે, રાત્રે લગ્ન સમારંભ પૂર્ણ કરી ગણદેવી થી પરત નવસારી ફરતી વખતે વિશાળનગરની બાજુમાં આવેલી કનકાઈ ખાડીમાં કાર ખાબકી હતી. જેને લઇને સ્થાનિક મજૂરોએ તાત્કાલિક કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી અને કારમાં સવાર બે લોકો ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી ભાવેશ રાઠોળનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું સાથે જ કારમાં સવાર પાર્થ પેન્ટરને કમરના ભાગે ગંભીર ઇજાઓ થતાં હાલ તેઓ સારવાર હેઠળ છે,

રાત્રિના સમયસર સહાય ના મળી

કાર જ્યારે ખાડીમાં ખાબકી ત્યારે ઘાયલ થયેલા લોકોએ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓની મદદ માગી હતી. પણ સમયસર મદદ મળી ના હતી. સ્થાનિક મજૂરોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા જો કે, ત્યાં સુધીમાં એક વ્યકિતનું મૃત્યુ થઈ ચૂક્યું હતું

અન્ય સમાચારો પણ છે...