તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રિપલ સવારી ભારે પડી:નવસારીમાં લકઝરીને ઓવરટેક કરતી વખતે ટક્કર લાગતા બાઇક ફંગોળાતા એકનું મોત 2 ઘાયલ

નવસારી3 મહિનો પહેલા
  • લક્ઝરી બસનો ચાલક ત્યાંથી નાસી ગયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

નવસારીના હાઇવેને અડીને આવેલા ગણેશ સિસોદ્રા ગામ પાસે ઓવર બ્રિજ પાસે ગત રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર ત્રિપલ સવારી કરી રહેલા ચાલકને લક્ઝરી બસની ટક્કર લાગતા બાઈકચાલક નું ઘટના સ્થળે જ મોત થયું હતું. સાથે બે યુવકોને પણ ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ગણેશ સિસોદરા પાસે આવેલા ઓવર બ્રિજ ઓળંગતી વખતે અકસ્માત થયો

૨૨ વર્ષીય તુષાર પોતાની સાતેમ ગામ રહેતા માસીને મળી ને નવસારી પરત ફરતો હતો ત્યારે ગણેશ સિસોદરા પાસે આવેલા ઓવર બ્રિજને ઓળંગતી વખતે મુંબઈ થી અમદાવાદ જઈ રહેલી કાબરા નામની લકઝરીબસને ઓવરટેક કરવાની લાયમાં બસની ટક્કર લાગતા બાઈક દૂર જઈને પણ ફંગોળાયુ હતું તેમાં બાઈકચાલક તુષારને માથામાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું .બાઈક પર સવાર અન્ય બે યુવકને ગંભીર ઇજાઓ થતા તેમને ખાનગી હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છેઅકસ્માતની ઘટના બનતા લક્ઝરી બસનો ચાલક ત્યાંથી નાસી ગયો હતો, જો કે સમગ્ર મામલામાં ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...