તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નવસારી નજીક નેશનલ હાઈવે પર ટાયર ફાટતાં ડિવાઈડર કુદાવીને સામેના ટ્રેક પર ગયેલી કાર બીજી કાર સાથે ટકરાતા એકનું મોત, 3 ઈજાગ્રસ્ત

નવસારી2 મહિનો પહેલા
એક્સિડન્ટમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. - Divya Bhaskar
એક્સિડન્ટમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
  • હોન્ડાસિટી કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

નવસારી નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 પર ગમખ્વાર એક્સિડન્ટ થયો હતો. ચીખલી તાલુના આલીપોર હાઈવે પાસેના ઓવરબ્રિજ પાસે એક્સિડન્ટ સર્જાયો હોય છે. જેમાં વલસાડથી સુરત તરફ જતી હોન્ડા સિટી કારનું ટાયર ફાટ્યું હતું. જેથી કાર મુંબઈ અમદાવાદનો ટ્રેક કુદાવીને સામેની સાઈડ જતી રહી હતી. અમદાવાદ મુંબઈ ટ્રેક પર ફંગોળાયેલી કાર સામેથી આવતી i-10કાર સાથે અથડાઈ હતી. જેથી કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

અકસ્માત થતા સ્થાનિકો દોડી આવ્યા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડયા હતાં
અકસ્માત થતા સ્થાનિકો દોડી આવ્યા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડયા હતાં

વલસાડથી વડોદરા જતી કારનો એક્સિડન્ટ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકા પાસે આવેલા આલીપોર હાઇવે પાસેના ઓવરબ્રિજ પાસેથી વલસાડથી સુરત તરફ જતા વેળા ત્યારે 12: 15 કલાકે મૂળ વલસાડના ખુશાલભાઈ ભારતીની હોન્ડાસિટી કારનું ટાયર ફાટતા મુંબઈ અમદાવાદનો ટ્રેક કુદાવીને કાર અમદાવાદ મુંબઈ ટ્રેક પર ફંગોળાઈ હતી. જેથી સામે થી આવતી i-10 કાર કે, જેમાં મૂળ વલસાડના અને વડોદરા ખાતે IPCL કંપનીમાં ફરજ બજાવતા 55 વર્ષીય પ્રકાશભાઈ છોવાડા સહિત પરિવાર સવાર હતાં. જેમાં ઘટનાસ્થળે જ પ્રકાશભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
અકસ્માતના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

અકસ્માત થતાં સ્થાનિકો દોડી આવ્યા
બે કાર વચ્ચે અકસ્માત થતા સ્થાનિકો દોડી આવ્યા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડયા હતાં. તમામ ઈજાગ્રસ્તોને આલીપોરમાં હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતમાં મોતને ભેટનાર પ્રકાશભાઈ છોવાડાં અને પત્ની ભારતી સહિત પુત્ર મયુર કારમાં સવાર હતા તેમને પણ સારવાર આપવામાં આવી છે.જે કારનું ટાયર ફાટ્યું તેમાં સવાર ખુશાલભાઈ ભારતીને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો