આટ ગામે 2 ધારાસભ્ય આપ્યા:એક સમયના ખાસ મિત્રો ધારાસભ્ય બન્યા,શહેરના વિકાસ બુલેટ ગતિ મળવાની આશા સેવતા શહેરીજનો

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી અને જલાલપુર વિધાનસભામાં જંગી બહુમતીથી ભાજપના 2 ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે. નવસારીમાંથી રાકેશ દેસાઈ અને જલાલપુરના આરસી પટેલ બંને જલાલપોર તાલુકાના આટ ગામના રહેવાસી છે. જોકે હાલ રાકેશ દેસાઈ નવસારી શહેરમાં રહે છે. આજથી 30 વર્ષ અગાઉ ભાજપ જ્યારે સ્ટ્રગલિંગ પિરિયડમાં હતી તે સમયે આ બંને ખાસ મિત્રો હતા અને ભાજપનો નવસારીમાં પ્રચાર કરવા સાથે સંગઠનની કામગીરી કરતા હતા.આર.સી.પટેલ તો 27 વર્ષથી ધારાસભ્ય છે પણ રાકેશ દેસાઈની આ પ્રથમ ટર્મ છે.નવસારી શહેર સહિત ગ્રામ્ય અને જલાલપુર વિધાનસભાનો કેટલી ઝડપમાં વિકાસ થાય છે તેના પર સૌની નજર રહેલી છે.

નવસારીના સાંસદ સી.આર પાટીલ એક સમયે મંચ પરથી નવસારીના પૂર્વ ધારાસભ્ય દેસાઈ અને આર.સી પટેલના ખટરાગ વિશે ટિપ્પણી કરી હતી જે ખાસ્સી ચર્ચા જગાવી હતી ત્યારે વર્તમાન ટર્મમાં પિયુષ દેસાઈની ટિકિટ કપાઈ છે અને મૂળ જલાલપુર તાલુકાના આટ ગામના વતની રાકેશ દેસાઈને ટિકિટ મળ્યા બાદ તેઓ વિજય બન્યા છે. ત્યારે નવસારી શહેર અને વિધાનસભામાં સમાવિષ્ટ ગામોમાં વિકાસલક્ષી કામગીરી કેટલી ઝડપે આગળ વધે છે તેના પર બંને વિધાનસભાના મતદારોની નજર રહેલી છે. નવસારી શહેર અને વિજલપુર વિસ્તાર ઓવરબ્રિજ,પીવાના પાણી સહિતની કેટલીક સમસ્યાઓ માથું ઊંચકી ઉભી છે ત્યારે હવે આ બંને ધારાસભ્યો કેટલી ઉર્જા અને ઝડપથી સમસ્યાઓ નિકાલ કરે છે તેના પર સૌની નજર રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...