ધર્મ વિશેષ:ગુરુવારે બપોરે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો, કોઈ નદી કે તળાવની સફાઈમાં મદદ કરો અને છોડ વાવો

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરિયાળી અમાસનો બોધપાઠ એ છે કે આપણે પ્રકૃતિની દેખરેખ કરવી જોઈએ

ગુરુવાર, 28 જુલાઈના રોજ અષાઢ મહિનાની અમાસ છે. આ દિવસ પ્રકૃતિ પ્રત્યે આભાર માનવાનો દિવસ છે. પ્રકૃતિ પાસેથી આપણને હવા, પાણી, તાપ અને ભોજન બધું જ મળે છે. વ્યક્તિ પોતાની સુખ-સુવિધાઓ માટે સતત પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે, એવામાં હરિયાળી અમાસનો બોધપાઠ એ છે કે આપણે પ્રકૃતિની દેખરેખ કરવી જોઈએ. થોડાં એવા કામ કરવા જોઈએ, જેનાથી પ્રકૃતિને લાભ મળી શકે. પ્રકૃતિની હરિયાળી જળવાયેલી રહે, તેના માટે વધારેમાં વધારે છોડ વાવવા જોઈએ.

હરિયાળી અમાસના દિવસે ગુરુ પુષ્ય નક્ષત્ર, સર્વાર્થસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ રહેશે. અમાસ બુધવારે રાતે 9 વાગે શરૂ થશે અને બીજા દિવસે એટલે ગુરુવારે રાતે લગભગ 11 વાગ્યા સુધી રહેશે. આ પ્રકારે અમાસ લગભગ 26 કલાકની રહેશે. ગુરુવારે સવારે 7 વાગે ગુરુ પુષ્ય નક્ષત્ર અને અમૃત સિદ્ધિ યોગ શરૂ થશે.

આ યોગમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે શુભ કર્મ કરવા જોઈએ. ધૂપ-ધ્યાન બપોરના સમયમાં કરવું જોઈએ, કેમ કે બપોર પછીનો સમય પિતૃઓને લગતા ધર્મ-કર્મ કરવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. જેને લઇ આ તમામ કામગીરી સ્વેચ્છાએ કરીને તેને પરિવારના સભ્યો સાથે સુપેરે પાર પાડવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...