તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:જિલ્લામાં બીજા દિવસે 13 હજારથી વધુને રસી, 7.03 લાખ એ પહેલો ડોઝ લઇ લીધો

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે પણ 13 હજારથી વધુએ કોવિડ રસી લીધી હતી.નવસારી જિલ્લામાં બુધવારે 13 હજારથી વધુએ કોવિડ રસી લીધી હતી.ગુરુવારે સતત બીજા દિવસે પણ 13416 જણાએ રસી લીધી હતી.કુલ રસિકરણમાં 8767 જણાએ પહેલો ડોઝ અને 4449જણાએ બીજો ડોઝ લીધો હતો.18થી 44 વર્ષ વચ્ચેના 7246 જણાએ રસી લીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલ સુધીમાં કુલ 7.03 લાખ લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને 2.56 જણાએ બીજો ડોઝ લીધો છે.

નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા શક્ય તેટલી ઝડપે વેક્સિનેશન થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ તે માટેની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે અને ગ્રામવાસીઓને તથા શહેરીજનોને ઝડપભેર ડોઝ લેવા જાગૃત કરાઇ રહ્યા છે.

ગુરૂવારે પણ કોરોના કેસ નહીં
જિલ્લામાં ગુરુવારે પણ કોરોનાનો કોઈ કેસ નોંધાયો ન હતો અને કુલ કેસની સંખ્યા 7183 જ રહી છે. કુલ રિકવર સંખ્યા 6990 અને એક્ટિવ કેસ એક જ રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે આગામી દિવસમાં નવો કેસ ન નોંધાયા અને એક્ટિવ દર્દી રિકવર થાય તો જિલ્લો કોરોનામુક્ત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...