• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • On The Occasion Of Prime Minister Narendra Modi's Birthday, Three Programs Including Vaccination Campaign Will Be Held In Dang District.

કાર્યક્રમો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ડાંગ જિલ્લામાં રસિકરણ અભિયાન સહિત ત્રિવિધ કાર્યક્રમો યોજાશે

ડાંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થયેલા ગામોના સરપંચોનું સન્માન કરાશે
  • કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને આર્થિક સહાયનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે. ત્યારે ડાંગ જિલ્લામાં વ્યાપક 'રસિકરણ અભિયાન' સહીત ત્રિવિધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે. રસીકરણ ઉપરાંત ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઈ, અને સુબીર ખાતે સ્થાનિક પદાધીકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન જે ગામોમાં સો ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામા આવી છે, તે ગામના સરપંચોનું સન્માન કરવામાં આવશે.ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા શૌચાલયના લાભાર્થીઓને લાભો પણ આપવામા આવશે. તેમજ કોરોનાના કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને આર્થિક સહાયનુ પણ વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં યોજાનારા ત્રિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપતા ડાંગના કલેક્ટર ભાવિન પંડ્યાએ જણાવ્યું કે, કોરોનાના સંભવિત સંક્રમણને રોકવા માટે વધુમા વધુ લોકો રસી લઈને, સ્વયંને સુરક્ષિત કરવા સાથે પોતાના પરિવારજનોને પણ સુરક્ષા પ્રદાન કરે તેવા વાતાવરણનુ નિર્માણ કરવાના વહીવટી તંત્રના પ્રયાસમા સહભાગી થવાનો અનુરોધ કરાયો છે. ડાંગ જિલ્લામાં આજે 122 સેશન સહિત 10 મોબાઈલ સેશન મળી કુલ 132 સ્થળોએ આરોગ્ય વિભાગના 700 જેટલા કર્મયોગીઓ દ્વારા 18 હજાર 700 જેટલા લક્ષિત વ્યક્તિઓને 'કોરોના' વિરોધી રસી આપવામા આવશે. વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે

જે સ્થળોએ રસિકરણ કાર્યક્રમ યોજાનારા છે. તેમા આહવાની સિવિલ હોસ્પિટલ, સહિત સુબિર, વઘઇ, અને શામગહાનના ત્રણેય સામુહીક આરોગ્ય કેન્દ્રો અને 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત 60 FHW, 40 ટીમ પણ તેમના કાર્ય વિસ્તારોમાં રસિકરણની કામગીરી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે, આહવાના ડાંગ દરબાર હોલ ખાતે, વઘઈ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અને સુબીરના તાલુકા સેવા સદન ખાતે સવારે 11 વાગ્યાથી કાર્યક્રમોની શરૂઆત થશે.

અન્ય સમાચારો પણ છે...