• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • On The Occasion Of Gandhi Jayanti, A Musical Program Was Organized In Navsari Sub jail And A Lamp Made By Women Prisoners Was Also Displayed.

જેલમાં જયંતિ:ગાંધી જયંતિએ નવસારી સબજેલમાં સંગીતના કાર્યક્રમ યોજવા સાથે મહિલા કેદીઓના હાથે બનાવેલા દીવડાનું પણ પ્રદર્શન યોજાયુ

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ટ્રાફીક એજયુકેશન સોસાયટી અને દેસાઈ ફાઉન્ડેશન સહિત અન્ય
  • એન.જી.ઓ ના સહયોગથી સંગીતનો કાર્યક્રમ યોજાયો

આજે બીજી ઓક્ટોબર સમગ્ર વિશ્વ ગાંધી જયંતી ઉજવાઇ રહી છે. તેના ભાગરૂપે વિવિધ સ્થળો અને વિસ્તારોમાં સરકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે નવસારી સબજેલમાં પણ આજે નવસારી જિલ્લા ટ્રાફીક એજયુકેશન સોસાયટી અને દેસાઈ ફાઉન્ડેશન સહિત અન્ય એન.જી.ઓ ના સહયોગથી સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જેલના કેદીઓ સંગીતના તાલે ઝુમી ઉઠયા હતા.

જેલ કંટાળાજનક અને બોરિંગ લાઇફમાંથી કેદીઓને નવુ વાતાવરણ આપવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા મનોરંજન આપતો સંગીતનો કાર્યક્રમ યોજ્યો હતો દેશભક્તિ અને બોલીવુડ ના ગીતોથી કડક વાતાવરણમાં હળવાશ જોવા મળી હતી.

મહિલા કૈદીઓનો અદભુત ઉત્સાહ

નવસારીના દેસાઈ ફાઉન્ડેશન અને જિલ્લા ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના સભ્યો ના પ્રયત્નોથી જેલમાં સજા કાપી રહેલા 16 જેટલી મહિલા કેદીઓના હાથે બનાવેલા કલાત્મક દીવડાઓ વેચાણથી મુકાયા હતા. નવસારી શહેરમાં અનેક સમયથી સેવાકીય પ્રવૃત્તિ કરતા દેસાઈ ફાઉન્ડેશનમાં કાર્યરત નિધિ પાઠક,બીજલ મિસ્ત્રી અને વૈશાલી નાયક એ મહિલા કૈદીઓને કલાત્મક દીવડા બનાવવાની આજે તાલીમ આપી હતી.

જેમાં મહિલા કેદીઓ દિવડાઓમાં રંગ પુરીને મનમોહક દીવડાઓ આગામી 2જી ઓક્ટોબરે સામાન્ય લોકો માટે વેચાણમાં મુક્યા હતા નવસારી શહેરમાં કાર્યરત દેસાઈ ફાઉન્ડેશન અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહિલા કેદીઓ માટે એક સર્જનાત્મક કામ આપવાની પહેલ કરી છે. જેમાં મહિલાઓને દીવડાઓ આપીને તેને કલાત્મક બનાવવા માટેનું કામ સોંપાયું છે. આ કલાત્મક દીવડાઓનું વેચાણ અને પ્રદર્શન આજે જેલમાં યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવ્યું હતું. જેલમાં સજા કાપી રહેલા મહિલા કેદીઓ પાસે કોઈ ખાસ કામ હતું નહીં જેને લઇને જેલમાં તેઓને સમય પસાર કરવો મુશ્કેલ બન્યો હતો, મહિલાઓએ કરેલા ગુના ને તેઓ ભૂલી જાય અને કંઈક પ્રોડકટીવી વાળું કામ કરે તે માટે જેલ અધિક્ષક પણ સહમત થતા સામાન્ય કોડિયા માંથી કલાત્મક દિવાડાવો મહિલા એ બનાવ્યા હતાસજા કાપી રહેલી મહિલા કૈદી કવિતા ચંદ્રશેખર ના જણાવ્યા મુજબ પહેલા તેઓ પાસે કોઈ એવું કોઈ ખાસ કામ હતું નહિ માત્ર ભજન સંગીત અને અન્ય પ્રવૃતિ કરવામાં દિવસ પસાર થતો હતો ત્યારે તેમને આ સામાજિક સંસ્થાના સહયોગથી સામાન્ય કોળિયાને કલર કરીને તેમાં મીણ પુરીને કલાત્મક દીવડા બનાવવાનું કામ મળ્યું હતું જે તેમને ખૂબ ગમ્યું હતું અને તેમાં સમગ્ર દિવસ પસાર થતા આગામી સમયમાં તેમને આવું કામ મળે તેવું તેઓ ઇચ્છી રહ્યા છેદેસાઈ ફાઉન્ડેશન માંથી આવેલા પ્રોગ્રામ એજ્યુકેટીવ બીજલ મિસ્ત્રીના જણાવ્યા મુજબ મહિલા કેદીઓ ખૂબ સારા લર્નર છે તેમને જે પણ બતાવ્યું તેઓ બે જ મિનિટમાં શીખી ગયા અને કલાત્મક દીવડા બનાવ્યા હતા આગામી સમયમાં જો તેમને તક મળે તો અન્ય પ્રોડક્ટ્સ ચોકલેટ બનાવવાનું અને અન્ય સુશોભન વસ્તુઓ બનાવવા માટે તેઓ મહિલા કેદીઓને પ્રોત્સાહિત કરશે

અન્ય સમાચારો પણ છે...