પર્વની મજા બગડી:હોળીના પર્વે પિચકારી અને કલરના ભાવ આસમાને

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના બજારમાં ટ્રેડિશનલ પિચકારીની સાથે આકર્ષક પિચકારી પણ વધુ જોવા મળી

હોળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તહેવારની ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૃ થઈ ગઈ છે. તીવ્ર મોંઘવારી હોવા છતાં પરંપરાગત રીતે હોળીની ચીજવસ્તુઓ બજારમાં આવી ગયા બાદ તેની ખરીદી પણ શરૃ થઈ ગઈ છે. જુદા જુદા રંગની અને જુદા જુદા આકારની આકર્ષક પીચકારીઓથી બજાર સજી ગયા છે.

જો કે મોંઘવારીને કારણે લોકો નવી ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. તો પિચકારી વિક્રેતા વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે 30થી 35 ટકા મોંઘવારી છે. પિચકારીથી લઈને કલર સુધી અનેક વસ્તુઓમાં ભાવમાં વધારો થઇ ગયો છે. આ વખતે બજારમાં છોટા ભીમ, સ્પાઇડર મેન, પબજી સહીતની પિચકારીની ડિમાન્ડ વધૂ છે. રવિવારે વધારે ધસારો રહેશે તેવી ગણતરીના પરિણામ સ્વરૃપે પહેલાથી જ બજારમાં ખરીદી કરવામાં આવી રહી છે.

આ વખતે વિશેષ પ્રકારની ખાસ પિચકારીઓ બજારમાં આવી ગઈ છે. આ પિચકારીઓ બાળકોને ખાસ કરીને આકર્ષિત કરશે. જોકે હોળી પર પિચકારીના બજારનું કદ પણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે. તહેવારની ઉજવણી વેળા લોકો મોંઘવારીને ક્યારેય જોતા નથી તે બાબત ભારતમાં હમેશા જાણીતી રહી છે. છૂટથી ભારતીયો તહેવાર પર ખરીદી કરે છે.

બજારમાં રૂ. 1100 સુધીની પિચકારી
આ વર્ષે બજારમાં 10 રૂપિયાથી લઇ 1100 રૂપિયા સુધીની પિચકારી નવસારીમાં વેચાઇ રહી છે. તો વોટર ટેન્ક અને વોટર ઘનની પિચકારીના ભાવ 200 થી શરૂ થઈ 500 સુધી જોવા મળી રહ્યા છે. આ સાથે જ કલર અને ગુલાલમાં પણ 200થી લઇ 800 રૂપિયા કિલો સુધીના કલર બજારમાં વેચવામાં આવી રહ્યા છે.

હર્બલ ગુલાલ અને કલરની માંગ વધી
હોળીમાં પિચકારી અને ફુગ્ગાની સાથે ગુલાલ અને કલરનું પણ મહત્વ છે. જોકે બજારમાં કેમિકલ યુક્ત કલર અને ગુલાલ શરીરને નુકશાનકર્તા હોય આ વખતે તેની સરખામણીમાં હર્બલ ગુલાલ અને કલરની માંગમાં વધારો જોવા મળ્યો છે. આવા હર્બલ કલર કે ગુલાલ મોંઢામાં કે આંખમાં જાય તો નુકસાનકારક હોતા નથી. આ ઉપરાંત કેમિકલયુક્ત કલરને શરીર પરથી જતા પણ ઘણો સમય લાગતો હોવાથી લોકો હવે સેફ હોળી તરફ વળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...