વિસર્જનના શ્રી ગણેશ:દાંડીના દરિયા કિનારે ધારાસભ્ય આર.સી. પટેલે અભિવાદન કરી ગણેશ પ્રતિમાઓનો વિસર્જનની શરૂઆત કરાવી

નવસારી19 દિવસ પહેલા
  • 2 વર્ષ બાદ ધામધૂમ પૂર્વક દાંડીના દરીયા કિનારે ગણેશ વિસર્જન
  • ધારાસભ્ય આર.સી.પટેલ સમર્થકો સાથે હાજર રહ્યા

નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જનની શરૂઆત થઈ છે. જેમાં દાંડીના દરિયા કિનારે જલાલપુરના ધારાસભ્ય આર.સી.પટેલ દ્વારા ગણેશ મંડળોનું પુષ્પો દ્વારા સ્વાગત કરીને વિસર્જનની શરૂઆત કરાવાઈ છે.કોરોનાના બે વર્ષમાં સાદગીપૂર્વક ગણેશ સ્થાપન અને વિસર્જનનો કાર્યક્રમ મજબૂરીવશ થયો હતો ત્યારે આ વખતે ગણેશ સ્થાપન સાથે ગણેશ વિસર્જન પણ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે. નવસારી શહેરની વાત કરવામાં આવે તો દાંડીના દરિયા કિનારે, વિરાવળ ગામ પાસે આવેલા પૂર્ણા નદીના ઓવારા અને ધારાગીરી પાસે એમ કુલ ત્રણ જગ્યાએ વિસર્જન પ્રક્રિયા થઈ રહી છે.

દાંડીના દરિયા કિનારે વિજલપુર સહિત જલાલપોર તાલુકામાં સમાવેશ ગ્રામ્ય વિસ્તારના ગણેશ પ્રતિમાઓ વિસર્જન માટે આવે છે.શાંતિપૂર્ણ રીતે વિસર્જન માટે જલાલપુર પોલીસે દાંડી દરિયા કિનારે બંદોબસ્ત ગોઠવ્યો છે જેમાં પીઆઈ સહિત હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ ના વર્દી ઉપર કેમેરો લગાવીને ટેકનોલોજીના મદદથી વિસર્જન દરમિયાન થતી પ્રવૃત્તિ પર નજર રાખવા માટે ટેકનોલોજી સાથે પોલીસ સજજ બની છે.

જલાલપુરના ધારાસભ્ય આર.સી.પટેલ તમામ ગણેશ મંડળોનું સ્વાગત કરવા માટે દાંડીના દરિયા કિનારે બનાવવા માં આવેલા પંડાલમાં પોતાના સમર્થકો સાથે બેસીને સમગ્ર દિવસ દરમિયાન વિસર્જન પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...