તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય કનૈયા લાલ કી:જન્માષ્ટમીના પાવન પર્વે નવસારીના ઈસ્કોન મંદિરમાં કોરોના ગાઇડલાઇન સાથે ઉજવણી શરૂ થઈ

નવસારી23 દિવસ પહેલા
  • કોરોના સંક્રમણને ધ્યાને લઇને મટકીફોડના કાર્યક્રમ રદ્દ રખાયો ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં દર્શનનો લાભ લીધો

કોરોનાને કારણે દરેક ધાર્મિક તહેવારો સાદગીથી ઊજવવાનો ભક્તો મજબૂર બન્યા છે. ત્યારે કૃષ્ણ ભક્તો જન્માંષ્ટમીની સમગ્ર વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે. ભગવાન કૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીને દિવસે સમગ્ર ભારતમાં અને મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે નવસારીના ઈસ્કોન મંદિરમાં પણ SOPના નિયમો સાથે ઉજવણી શરૂ થઈ. હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણને બાળ રૂપમાં પૂજવામાં આવે છે. જ્યારે ભગવાનનો જન્મ થવાનો હોય ત્યારે કૃષ્ણ ભક્તો કૃષ્ણરસમાં તરબોળ થઇ વિવિધ રીતે નાચગાન અને બાળગોપાલને ઝુલો ઝુલાવે છે. જન્માષ્ટમીમાં દહીંહાંડી અને મટકીફોડનું પણ અનેરું મહત્વ છે.

તેવામાં નવસારી જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ થયેલા જાહેરનામા સ્પષ્ટ શબ્દોમાં મટકીફોડનો માટે મનાઇ કરવામાં આવી છે ત્યારે કૃષ્ણ ભક્તો કોરોનાને કારણે સાદાઈથી જન્માષ્ટમી ઉજવવા મજબૂર બન્યા છે. વહેલી સવારથી નવસારીના મંદિરોમાં પણ ભજન કીર્તનના કાર્યક્રમની શરૂઆત થઇ છે.

રાત્રીના 12 વાગ્યે કૃષ્ણ જન્મ થતા ભક્તો ભાવવિભોર બનીને પારણું ઝુલાવી ખાસ પ્રકારના પાંજરીના પ્રસાદની વહેંચણી કરશે.નવસારીના અગ્રવાલ કોલેજ રોડ પર આવેલા ઈસ્કોન મંદિરમાં વર્ષોથી ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે, જેમાં જન્માષ્ટમી અને રથયાત્રાનું ખાસ મહત્વ છે. ત્યારે હાલમાં જ કોરોના મુક્ત બનેલા નવસારી જિલ્લાને કાયમ માટે કોરોના મુક્ત રાખવા માટે જિલ્લાના નાગરિકોએ કમર કસી છે. તેના ભાગરૂપે શરૂ થયેલા ધાર્મિક તહેવારોને સાદાઈ પૂર્વક ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી આ વખતે જન્માષ્ટમી પણ સાદાઈ પૂર્વક ઉજવવા માટે સ્વયંભૂ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી મંદિરમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો છે જે ખૂબ આવકારદાયક પગલું છે.

ઈસ્કોન મંદિરના ટ્રસ્ટી જયગોવિંદદાસના જણાવ્યા મુજબ, ભગવાન ધરતી પર તેમના ભક્તોને આનંદ કરાવવા માટે અવતરે છે અને ભગવાન દિવ્ય દેહમાં તમામ ભક્તોને સારા માર્ગ પર ચાલવાનો રાહ ચિંધતા હોય છે ત્યારે ભગવાન કૃષ્ણ બાલગોપાલ તરીકે પૂજવામાં આવે છે જે હિંદુ ધર્મ બીજા અન્ય કોઈ દેવને બાલ ભગવાન તરીકે પૂજાતા નથી. ત્યારે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સૌ ભક્તિરસમાં ડૂબેલા છે.

અન્ય સમાચારો પણ છે...