જન્મદિન સંભારણું:1977ના એ દિવસે નવસારી શહેર ‘ઈન્દિરામય’ બન્યું હતું

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેલમાંથી છૂટી સ્વ. ગાંધીએ શહેરના તાશ્કંદનગરમાં વિશાળ સભા કરી હતી

ભારતની ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધી 1977ના અરસામાં નવસારી આવ્યા ત્યારે તાશ્કંદનગરમાં વિશાળ જાહેરસભા કરી હતી.તે દિવસે શહેર ‘ઈન્દિરામય ‘બન્યું હતું. 19મી નવેમ્બરે ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ છે. લગભગ 15 વર્ષ દેશના વડાપ્રધાન રહેનારા ઇન્દિરા ગાંધી સાથે ગાયકવાડી નગરી નવસારીની યાદો પણ જોડાયેલી છે. મળતી માહિતી મુજબ ઇન્દિરા ગાંધીનો 1977 ની લોકસભાની ચૂંટણીમાં પરાજય થયો હતો અને દેશમાં મોરારજી દેસાઈની આગેવાની હેઠળની જનતા પાર્ટીની સરકાર બની હતી.

ચૂંટણી બાદ ઇન્દિરા ગાંધીને જેલ પણ થઈ હતી. જેલમાંથી છૂટ્યા બાદ તેઓ નવસારી આવ્યા હતા. નવસારીમાં તેમને તે વખતની સારી ગણાતી આલીપોરના કોંગ્રેસ અગ્રણી સલીમભાઈ પટેલની ઇમ્પાલા કારમાં મુસાફરી કરવાઈ હતી. નવસારીના જલાલપોર રોડ વિસ્તારમાં આવેલ તાશ્કંદનગરમાં ઇન્દિરા ગાંધીની વિશાળ જાહેરસભા યોજાઈ હતી. ઇન્દિરા ગાંધીને જોવા શહેરભરમાં માનવ મહેરામણ ઉમટયો હતો. શહેર ઈન્દિરામય બન્યું હતું એમ કહીએ તો ખોટું નથી. તેણીએ નવસારીના પ્રવાસ દરમિયાન નવસારીના જુના સરકિટ હાઉસમાં રાત્રિ રોકાણ પણ કર્યું હોવાનું કોંગ્રેસ અગ્રણી એ.ડી.પટેલે જણાવ્યું છે.

વડાપ્રધાનના કાર્યકાળની બીજી ઇનિંગ્સની ધમાકેદાર શરૂઆત નવસારીથી જ થઈ હતી
સ્વ. ઇન્દિરા ગાંધી તેમના કાર્યકાલ દરમિયાન પ્રથમ 1966થી 1977 સુધી અને બાદમાં 1980થી 1984 સુધી વડાપ્રધાન રહ્યા હતા. કહેવાય છે કે 1977માં જે રીતે નવસારીમાં તેમનું સ્વાગત થયું હતું તેનાથી જ તેમના વડાપ્રધાનના કાર્યકાળની બીજી ઇનિંગ્સ માટે જબ્બર હિંમત મળી હતી.

અન્ય સમાચારો પણ છે...