તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિક્કિમ ટુ ધામણ:દાંડી યાત્રા ધામણ પહોંચતા સિક્કિમના મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો યાત્રામાં જોડાયા

નવસારી14 દિવસ પહેલા
 • સિક્કિમ રાજ્યમાંથી 100 લોકો દાંડીયાત્રામાં જોડાયા

દાંડી યાત્રા ધામણ પહોંચતા સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમગ સહિત મંત્રી મંડળના સભ્યો દાંડી યાત્રામાં જોડાયા છે. જેમાં પ્રેમસિંહ તમગએ તેમની નબળી હિન્દી ભાષામાં મજુબત મનોબળ સાથે ભાષણની શરૂઆત કરીને દેશની આઝાદીમાં યોગદાન આપનાર ક્રાંતિકારીઓના બલિદાનને યાદ કર્યા હતા.

દેશ આજે જે રીતે વિકાસ સાધી રહ્યું છે તે માટે દેશવાસીઓને અભિનંદન આપ્યા હતા.સિક્કિમ રાજ્યમાંથી 100 લોકો દાંડીયાત્રામાં જોડાયાતેમજ દાંડીમાં યાત્રામાં જોડાનાર તમામ યાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સિક્કિમના મુખ્યમંત્રીએ પોતાની સ્પીચમાં રામ મંદિરનો ઉલ્લેખ કરીને પી.એમ મોદીના વખાણ કર્યા હતા. તથા સિક્કિમ રાજ્યમાંથી 100 લોકો દાંડીયાત્રામાં જોડાયા છે.

પ્રેમસિંહ તમગે પોતાની સ્પીચમાં કહ્યું હતું કે ગાંધીજીએ જે રીતે હથિયાર અને ઢાલ વગર આઝાદી મેળવી છે તે અમૂલ્ય છે. તેમનું રાજ્ય સિક્કિમ નાનું છે પણ સુંદર છે. અને તમામ લોકોને સિક્કિમ આવવા માટે આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં તેઓ દાંડી યાત્રામાં જોડાયા હોવાનું કહ્યું હતું. સાથે જ કોંગ્રેસ પાર્ટી દેશ માટે ન હોવાનું પણ તેમણે કહીને કોંગ્રેસને આડે હાથ લઈને આવા કોઈ કાર્યક્રમ ભૂતકાળમાં તેમણે નથી કર્યા તેવા આક્ષેપો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો