તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:નવસારી પાલિકાના ગત બજેટના 80 કરોડના 9 પ્રોજેક્ટ કાગળ પર

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 2021-22ના બજેટમાં ફરી ચશ્મા પહેરાવાશે

નવસારી નગરપાલિકાના ગત 2020-21ના બજેટમાં વાયદા કરાયેલ અંદાજે 80 કરોડના 9 પ્રોજકેટો કરી શકાયા નથી.એક બે પ્રોજકેટનું માંડ ખાતમુહૂર્ત જ કરાયું છે. હવે આગામી સપ્તાહમાં રજૂ થનારા 2021-22ના બજેટમાં જૂના કાગળ પરના બજેટ ફરી દર્શાવી ઉંધા ચશ્મા પહેરાવાય તો નવાઇ નહીં.નવસારી પાલિકાએ દર વર્ષની જેમ ગત વર્ષે પણ 2020-21 ના વર્ષનું બજેટ રજૂ કર્યું હતું.

આ બજેટમાં અનેક નવા પ્રોજકેટોની જાહેરાત કરી હતી, જેમાં કેટલાકની શરૂઆત કરાઈ હતી અને આકાર પણ લેવાયા હતા પણ અનેક પ્રોજકેટો કાગળ પર જ રહ્યા છે. એક-બે ની શરૂઆત જરૂર થઈ છે. દિવ્ય ભાસ્કર દ્વારા કરાયેલ એનાલિસિસ મુજબ અંદાજે 80 કરોડની કિંમતના 9 પ્રોજેકટ થઈ શક્યા નથી.

હવે આ સાકાર નહિ થયેલ પ્રોજેકટને આગામી 2021-22ના બજેટમાં સમાવાય કે નહીં તે જોવું રહ્યું. અહીં ઉલ્લેખનિય છે કે, ગત બજેટના વર્ષમાં જૂન 2020માં નવસારી પાલિકાનું નવસારી વિજલપોર પાલિકામાં વિલીનીકરણ થયું હતું અને વહીવટદારનું શાસન આવતા ભાજપી શાસકોને સમય ઓછો મળ્યો હતો.

આ પ્રોજેક્ટ બાકી
હાઇડ્રોલિક લેડર સહિતના સાધનોની ખરીદી, વોટર વર્કસ ઓટોમાઇઝેશન અને મીટરિંગ, દાદાભાઈ શોપિંગ સેન્ટર નવીનીકરણ, રિંગરોડ માટે જમીન સંપાદન, પશ્ચિમ વિસ્તારમાં સ્મશાનગૃહ, શહેરમાં ફ્લાયઓવર, રિંગરોડ ક્રોસિંગ સર્કલ, વેંડર્સ માર્કેટ, પાર્ટીપ્લોટ બેંકવેટ હોલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો