નવસારી જિલ્લાનો જન્મદિન:2 ઓક્ટોબરે એક ‘બાપુ’ને તો યાદ કરાયા પણ બીજા ભૂલાયા

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 વર્ષ અગાઉ નવસારી જિલ્લો બન્યો હતો
  • ​​​​​​​શંકરસિંહ ‘બાપુ’ એ જિલ્લાની જાહેરાત કરી હતી

2 ઓક્ટોબરના રોજ નવસારી જિલ્લાના લોકોએ ગાંધીબાપુ ને તો યાદ કર્યા હતા પણ આ દિવસ નવસારી જિલ્લાનો પણ જન્મદિન હોવા છતાં જિલ્લો આપનાર શંકરસિંહ બાપુને તો લગભગ કોઈએ યાદ કર્યા ન હતા. 2 ઓક્ટોબરના રોજ દેશના બે મહાપુરુષોનો જન્મદિવસ છે. આ દિવસ મહાત્મા ગાંધીનો તો જન્મદિવસ છે જ પણ દેશના બીજા વડાપ્રધાન એવા લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે. 2 ઓક્ટોબરના રોજ નવસારી જિલ્લાના લોકોએ ગાંધી બાપુ અને શાસ્ત્રીજી બન્નેને યાદ કર્યા હતા.

ગાંધી જયંતી અંતર્ગત ઠેર ઠેર સરકારી અને બિનસરકારી કાર્યક્રમો પણ યોજાયા હતા. જોકે નવસારી જિલ્લા માટે આ 2 ઓક્ટોબરનો દિવસ અન્ય રીતે પણ ખૂબ મહત્વનો છે. આ દિવસે આજથી 24 વર્ષ અગાઉ 1997માં તે વખતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ‘બાપુ’એ નવસારીના લોકોની વર્ષોજુની માંગ અલગ જિલ્લાની સંતોષી હતી અને નવસારી જિલ્લો જાહેર કર્યો હતો.

આમ 2 ઓક્ટોબર એ નવસારી જિલ્લાનો જન્મદિન કહી શકાય અને જિલ્લો 24 વર્ષ પૂર્ણ કરી 25માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જોકે સમગ્ર નવસારી જિલ્લા માટે આ મહત્વના દિને કોઈ જાહેર કાર્યક્રમ થયા ન હતા અને જિલ્લો આપનાર શંકરસિંહ બાપુને પણ આ દિવસે લગભગ યાદ કરાયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...