તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:નવસારી રિંગરોડ પર તંત્રની બેદરકારી સામે આવી, ગટરનું ઢાંકણું ખુલ્લુ હોવાથી અકસ્માતનો ખતરો

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્પીડમાં પસાર થતા વાહનો તેમાં ગરકાવ થઇ શકે છે

રાજ્યભરમાં રોજ અકસ્માત થવાની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેના કારણે અત્યારે સાવચેતીથી વાહન ચલાવવું અત્યંત આવશ્યક છે. તેવામાં નવસારીના રીંગરોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી કોઇપણ તેમાં ગરકાવ થઇ શકે છે. જેથી અકસ્માતની સંભાવનાઓ આહીંયાથી પસાર થતા ચાલકો સમક્ષ વધી જવા પામી છે.

ચાલકો ગટરમાં ગરકાવ થવાની સંભાવનાઓ

નવસારીના રિંગરોડ પરથી પસાર થવું ચાલકો માટે ખાતરાથી ખાલી નથી. અત્યારે આ રોડનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં રિંગરોડની નીચે આવેલી ગટરનું ઢાંકણું કોઇક કારણોસર ખુલ્લું નજરે પડી રહ્યું છે. તેવામાં જો કોઈપણ બાઈક સવાર સ્પીડમાં અહિંયાથી પસાર થશે તો સીધો આમાં ગરકાવ થઇ જાય તેવી સંભાવનાઓ રહેલી છે. જેના કારણે તંત્રની કામગીરી ઉપર ફરી એકવાર સવાલ ઊઠી રહ્યા છે.

તંત્ર આ મામલે નિંદ્રામાં

ઢાંકણુ બંધ કરવું તો દૂર રહ્યું પરંતુ તંત્રએ આ મામલે સાઈન બોર્ડ કે સૂચના પણ લગાવી નથી. જેથી રાહદારીઓની ગટરમાં ગરકવા થવાની સંભાવનાઓની ભીતિ ઉત્પન્ન થઈ છે. ત્યારે હાલ શહેરને જોડતા પૂર્વથી પશ્ચિમ વિસ્તારના રિંગરોડ પર આ મામલે પાલિકા તંત્ર ગટર પર ઢાંકણું લગાવે તે જ રાહદારીઓના હિતમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો