રસીકરણ મેગા ડ્રાઇવ:મોદીના જન્મદિને 81546 જણાંને બીજા દિવસે માત્ર 4437ને રસી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે રાત્રે પોણા બાર સુધી રસી અપાઈ

નવસારી જિલ્લામાં વડાપ્રધાનના જન્મદિને કોવિડ રસીકરણનો આંક 81 હજારને વટાવ્યો હતો. જોકે બીજા દિવસે માત્ર 4437ને જ રસી અપાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને નવસારી જિલ્લામાં પણ રસીકરણનો મેગા ડ્રાઈ‌વ રખાયો હતો. આ દિવસે રાત્રે 8.30 વાગ્યા સુધીમાં 68 હજાર લોકોને રસી આપવામાં આવી હતી. રસીકરણ રાત્રે 11.45 વાગ્યા સુધી ચાલ્યું હતું અને કુલ રસીકરણ 81546 જણાંને રસી અપાઈ હતી. જેમાં 29031 જણાંને પહેલો ડોઝ અને 52515 જણાંને બીજો ડોઝ અપાયો હતો. મેગા ડ્રાઈવમાં સૌથી વધુ રસી 18થી 44 વર્ષ વચ્ચેના લોકોને આપવામાં આવી હતી.

આ વયજૂથમાં 19108 જણાંએ પહેલો ડોઝ અને 38674 જણાંએ બીજો ડોઝ લીધો હતો. જોકે મેગા રસીકરણ ડ્રાઈવમાં બીજા દિવસે ખુબ જ ઓછુ રસીકરણ થયું હતું. શનિવારે માત્ર 4437 જણાંને જ રસી અપાઈ હતી. જેમાં 2277 જણાંને પહેલો ડોઝ અને 2160 જણાંને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં મેગા ડ્રાઈવમાં મહત્તમ લોકોએ પ્રથમ અને બીજો ડોઝ મેળવ્યો હતો. તંત્ર દ્વારા હજુ પણ બાકી રહેલા લોકોને રસી અપાવવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

જિલ્લામાં 396 ગામ પૈકી અત્યાર સુધી 206 ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ
શુક્રવારે રસીકરણના મેગા ડ્રાઈવને લઈ નવસારી જિલ્લાના અડધાથી વધુ ગામોમાં 100 ટકા રસીકરણ પુરું થઈ ગયું છે. ગુરૂવાર સુધીમાં 159 ગામોમાં 100 ટકા સિદ્ધિ હતી, જે શનિવાર સાંજ સુધીમાં 206 ગામ થઈ ગયા હતા. (જિલ્લાના કુલ 396 ગામ છે). તાલુકાવાર 100 ટકાની સિદ્ધિ પ્રાપ્ત કરનારા ગામોની સંખ્યા જોઈએ તો નવસારીમાં 53, જલાલપોરમાં 29, ગણદેવીમાં 43, ચીખલીમાં 27, ખેરગામમાં 15 અને વાંસદામાં 39 ગામ છે.

અન્ય સમાચારો પણ છે...