પ્રચારનો અભાવ:ગાંધીજીના જન્મદિને લોકોમાં ખાદી પ્રેમ છલકાયો

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં એક તરફ ખાદીનો પ્રચાર તો બીજી તરફ પ્રોત્સાહનમાં નિરસતા દેખાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે ખાદી પર ભાર મુકીને દેશના નાગરીકોને ખાદી ખરીદવાનું સૂચન કરે છે. તેમના આહવાનને માન આપીને ભાજપના કાર્યકર્તાઓ હોય કે સામાન્ય લોકો ખાદી ખરીદી કરતા હોય છે. નવસારીમાં ગાંધીજયંતિના દિને નવસારી ખાદી ભંડાર ખાતે ખરીદી કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. અમુક લોકોને બાદ કરતા વર્ષમાં સામાન્યત: એક દિવસ ખાદીપ્રેમ છલકાઇ આવતો હોય છે. આજે ગાંધીજયંતિના દિને ખાદી ભંડારમાં ડિસ્કાઉન્ટની રકમને બાદ કરતા નવસારીમાં 32,000ની કિંમતની ખાદીનું વેચાણ થયું હતું.

જોકે આ માત્ર એક દિવસ સુધી જ સિમિત બનીને રહી જાય છે. બાકીના દિવસોમાં ખાદીની સામે લોકો લગભગ જ જોતા હશે. વડાપ્રધાન વખતો વખત રેકોર્ડ ખરીદી કરવાનું કહેવામાં આવે છે, તો બીજી તરફ સરકાર તરફથી પ્રતિવર્ષ ખાદીના પ્રચાર-પ્રસાર માટે સરકાર તરફથી અપાતું પ્રોત્સાહન ઘટાડી દેવામાં આવ્યું છે. અગાઉના વર્ષોમાં ખાદી પર પ્રોત્સાહન વળતર 2જી ઓક્ટોબરથી 6 માસ માટે આપવામાં આવતું હતું. તેમાં રૂપાણી સરકારે ઘટાડો કરીને ત્રણ માસ કરી દીધા હતા.

નવ રચાયેલી ભૂપેન્દ્ર સરકારે તો તેમાં વધુ ઘટાકો કરીને રીબેટની અવધિ માત્ર એક માસની કરી દીધી. ખાદી મંડળના પ્રમુખ નટુભાઇ નાયક અને ખાદી કાર્યકર્તાઓએ નેતાઓને આ વિસંગતતાની રજૂઆત કરી છે. ધારાસભ્ય પિયુષ દેસાઇએ મુખ્યમંત્રીને વાત પહોંચાડી નિવેડો લાવવા આશ્વાસન આપ્યું છે.નોટબંધી, જીએસટી અને કોરોનાને કારણે ખાદી સંસ્થાઓ બેહાલ બની છે. વધતી ખોટ અને ઘટતા વેચાણને કારણે કેટલીય સંસ્થાને તાળા લાગી જાય તો નવાઇની વાત નહી. સરકારે રીબેટ ઘટાડી તો દીધી, પણ પાછસા વર્ષોની રીબેટની બાકી રકમ પણ ખાદી બોર્ડે ચૂકવી નથી. ત્યારે આવી સંસ્થાઓ કેવી રીતે ચાલશે તે મોટો પ્રશ્ન છે.

આ તે કેવો વિરોધાભાસ?
વોકલ ફોર લોકલને ભાર આપીને ખાદીને ખાદી ફોર ફેશન અને ખાદી ફોર નેશન જેવા રૂપાળા સૂત્રોથી ખાદી માટે વડાપ્રધાન પ્રચાર કરે છે અને બીજી તરફ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સમયે જ રાજ્ય સરકારે રીબેટની અવધિ ઘટાડી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...