તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણકાર્ય શરૂ:નવસારીમાં પણ 411 શાળામાં ધો-6થી 8ના છાત્રોના ઓફલાઇન વર્ગો શરૂ થશે

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન શિક્ષણકાર્ય સાથે 50 ટકા કેપેસિટીથી વર્ગો શરૂ કરી શકાશે
  • SOPનું ચુસ્ત પાલન સાથે વાલીનો સંમતિપત્ર ફરજીયાત રજૂ કરવાનો રહેશે

નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી 2જી સપ્ટેમ્બર ગુરૂવારથી રાજ્યની શાળાઓમાં ધો-6થી 8ના વર્ગખંડ શિક્ષણ શરૂ કરવાની સરકારની જાહેરાતના પગલે નવસારી જિલ્લાની 411 પ્રાથમિક શાળાના 30 હજારથી વધુ છાત્ર ઓફલાઇન વર્ગમાં અભ્યાસ કરશે. કોરોના મહામારીમાં દોઢ વર્ષ શાળા બંધ રહ્યાં બાદ શાળા શરૂ થતાં વાલીઓમાં પણ આનંદની લાગણી સાથે કોરોનાની ત્રીજી લહેરની ચિંતા પણ વ્યક્ત કરાઈ છે.

રાજ્યની શાળાઓમાં ધોરણ-6થી 8ના વર્ગોમાં આગામી 2જી સપ્ટેમ્બર ગુરૂવારથી વર્ગખંડ શિક્ષણકાર્ય-ભૌતિકરૂપે શરૂ કરવામાં આવશે તેવી સરકારની જાહેરાત બાદ નવસારી જિલ્લામાં પણ 411 જેટલી પ્રાથમિક શાળામાં 30540થી વધુ છાત્રોને ઓફલાઇન શિક્ષણ હવે વર્ગમાં મળશે. કોરોના મહામારીમાં દોઢ વર્ષ શાળાનું ઓફલાઇન શિક્ષણ બંધ રહ્યું હતું. સરકાર દ્વારા ધોરણ-12ના વર્ગો શરૂ કર્યા બાદ ધોરણ-9થી 11ના વર્ગો ઓફલાઇન શરૂ કર્યા હતા.

હવે ધોરણ- 6થી 8ના વર્ગો પણ ઓફલાઇન શરૂ કરવાની જાહેરાત થતા વાલીઓમાં આનંદની લાગણી સાથે સંભવત કોરોનાની ત્રીજી લહેર આવનાર હોય ભયની લાગણી પણ વ્યાપી છે. ધોરણ-6 થી 8ના આ વર્ગો વિદ્યાર્થીની સંખ્યાના 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરાશે. એટલું જ નહીં, શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીએ પોતાના વાલીનો સંમતિપત્ર પણ લાવવાનો રહેશે, જે વાલી સંમતિ આપે તે જ વિદ્યાર્થીને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું રહેશે. ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે.

જોકે કોવિડ-19ની સરકારની માર્ગદર્શિકા મુજબ ચૂસ્ત પાલન કરવા માટે પણ શાળા સંચાલકોને જાણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું ભાવિ બગડે નહીં સાથોસાથ કોઇ વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત પણ નહીં થાય તેની સંપૂર્ણ તકેદારી સાથે રાજ્ય સરકારે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાનો નિર્ણયો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...