સમસ્યા:શાળાઓમાં 3293 બેડની કેપેસિટી સાથે ઉભા કરાયેલ 395 સેન્ટરોમાંથી 80 ટકા બિન ઉપયોગી જ બની રહ્યાં

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેરગામની કન્યાશાળા જેવી અનેક શાળામાં બનાવેલ સેન્ટરનો ઉપયોગ થયો નથી. - Divya Bhaskar
ખેરગામની કન્યાશાળા જેવી અનેક શાળામાં બનાવેલ સેન્ટરનો ઉપયોગ થયો નથી.
  • સંક્રમણ વધતાં રાજ્ય સરકારે જિલ્લાની શાળાઓમાં પોઝિટિવ દર્દીઓ માટે સારવારની વ્યવસ્થા ઉભી કરવા તાકિદ કરી હતી
  • નાના ઘરવાળા પોઝિટિવ દર્દી ‘આઇસોલેટ’ રહે તે માટે તમામ ગ્રામ પંચાયત વિસ્તારમાં 1 મેથી કાેવિડ સેન્ટરો શરૂ કરાયા હતા

નવસારી જિલ્લામાં ગામડાઓમાં પ્રાથમિક શાળાઓમાં બનાવાયેલ કોમ્યુનિટી કોવિડ સેન્ટરોમાં ખૂબ ઓછા દર્દી જતા 80 ટકાથી વધુ સેન્ટરોને તો ખોલવાની પણ ફરજ પડી નથી.કોવિડ પોઝિટિવ દર્દીઓમાં જે દર્દીઓમાં ચિહ્નો ન હોય યા સાધારણ જ બીમારી હોય તેમને હોસ્પિટલ જવાની જરૂર રહેતી નથી અને પોતાના ઘરમાં જ અલગ રૂમમાં આઇસોલેટ (અલગ) રહી સાજા પણ થઈ જવાય છે અને આ રીતે જિલ્લામાં હજારો લોકો હોમ આઇસોલેશનમાં જ રિકવર થઈ ગયા છે.

જોકે ઘરમાં માત્ર એકાદ રૂમ જ હોય એવા લોકોને હોમ આઇસોલેટ થવું શક્ય નથી, આ સ્થિતિનો હલ કાઢવા સરકારે નવસારી જિલ્લામાં પણ દરેક ગામમાં પ્રાથમિક શાળાઓમાં 1લી મેથી કોવિડ કોમ્યુનિટી સેન્ટરો ઉભા કર્યા હતા. આ સેન્ટરો ઉભા કર્યાને 25થી વધુ દિવસ થઈ ગયા છે પરંતુ આ સેન્ટરોમાં ઓછા દર્દી રાખવાની ફરજ પડી છે. નવસારી જિલ્લાની 360 ગ્રામ પંચાયતની હદમાં 395 સેન્ટરોમાં 3293 બેડ તૈયાર તો રખાયા પણ અહીં આઇસોલેસનમાં રહેવા પૂરતા દર્દી ન આવતા 80 ટકાથી વધુ સેન્ટરો તો દર્દીઓ માટે ખોલવાની પણ ફરજ પડી નથી. હાલ કેટલી શાળાઆેમાં ચાેક્કસ કેટલા દર્દી છે તે આંક મળતાે નથી.

કુલ હોમ આઈસોલેશનમાંથી ખૂબ ઓછા સેન્ટરોમાં
જિલ્લામાં જે દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહે છે તેમાંથી ઘરમાં પૂરતી સુવિધાનાને આ સેન્ટરોમાં દાખલ કરવાના હોય છે. જિલ્લામાં કુલ દર્દીઓમાં 90 ટકા હોમ આઈસોલેશનમાં રહે છે. આ સંખ્યામાં શાળાઓમાં બનાવેલ કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં તો ખુબ જ ઓછી સંખ્યા છે. 87 દર્દી સેન્ટરોમાં બતાવાય છે. પરંતુ શાળાઓના સેન્ટરોમાં આ બધા દર્દી નથી.

હેતુ ખૂબ સારો પણ સફળ નહીં કારણ...
નવસારી જિલ્લા જેવા આદિવાસી બહુસંખ્યક જિલ્લામાં આ કોવિડ કોમ્યુનિટી કેર સેન્ટરનો હેતુ ખુબ જ સારો છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં લોકો નાના ઘરમાં રહે છે અને કોવિડમાં ઘરે ‘આઈસોલેટ’ રહી શકે એમ નથી ત્યારે આ સેન્ટરોમાં અલગ રહી શકે, ખોરાક, દવા પણ મળી શકે એમ છે છતાં પૂરતો સફળ થયો નથી. આ માટે કારણ જણાવાય છે કે, શાળાઓમાં બનાવાયેલ આ સેન્ટરોમાં આવવા ખુબ ઓછા તૈયાર થાય છે, ખાસ કરીને રાત્રે તો રોકાવા માગતા જ નથી. બીજુ કે લોકોમાં સેન્ટરોમાં લઈ જવા જે જાગૃતિ આણવી જરૂરી હતી, તે પણ ઘણી જગ્યાએ સ્થાનિક લેવલે પૂરતો પ્રયાસ કરાયો નથી.

લુસવાડામાં પ્રયોગ ‘સફળ’, 36 જણાં દાખલ
આખા જિલ્લામાં એકપણ ગામમાં કોવિડક કોમ્યુનિટી કેર સેન્ટરનો પ્રયોગ સફળ થયો એમ પણ નથી. ગણદેવી તાલુકાના લુસવાડા ગામે જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ કારોબારી સમિતિના ચેરમેન મનિષ પટેલ અને તેમની સહયોગી ટીમે પ્રાથમિક શાળામાં સેન્ટર શરૂ કર્યું હતું. શરૂ કર્યું એટલું જ નહીં આ સેન્ટરમાં સગવડો ઉભી કરી વધુ લોકો લાભ લે તે માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા. જેના લીધે 36 જેટલા પોઝિટિવ દર્દી અહીં દાખલ થયા હતા, જેમાં 34 જણાં તો અહીં જ રિકવર થયા, બે દર્દીને રિફર કરવા પડ્યાં હતા. આ બાબત એ પણ સાબિત કરે છે કે, વધુ ગામડાઓમાં લુસવાડાની જેમ સક્રિયતા દાખવી હોત તો વધુ સફળતા મળી હોત.

અન્ય સમાચારો પણ છે...