તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ અટક્યો:NUDA : નવસારી અર્બન અનડેવલપમેન્ટ ઓથોરિટી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બર 2015માં નુડા બન્યાં બાદ એક પછી એક ઘોંચના કારણે આજદિન સુધી આખરી ડી.પી. હજુ સુધી બની શક્યો જ નહીં
  • આખરી ડી.પી. મંજૂર ન થતા નવા એન.એ. ને 5 વર્ષથી મંજૂરી મળતી નથી અને એન.એ. વિના વિકાસના પ્રોજેક્ટો થઇ શક્યાં નથી

નુડા વિસ્તારમાં આખરી ડી.પી.ના અભાવે 5 વર્ષથી વિકાસ અટક્યો છે. નવસારી, વિજલપોર ઉપરાંત પંથકના 97 ગામનો આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે આજથી સાડા પાંચ વર્ષ અગાઉ સરકારે નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નુડા)ની રચના કરી હતી. જોકે બાદમાં ગામડાઓમાં થયેલ વિરોધના કારણે માત્ર 24 ગામ અને નવસારી, વિજલપોર જ રહી ગયા હતા. આ વિસ્તારને લઈ ડેવલપમેન્ટ પ્લાન (ડી.પી.) નો મુસદ્દો તો બન્યો પણ વધુ 9 ગામમાં વિરોધને લઈ આ 9 ગામ નુડા વિસ્તારમાંથી કાઢી નાંખતા આખરી ડી.પી.બની ન શક્યો.

બાદમાં 15 ગામ અને નવસારી વિજલપોરને લઈ સપ્ટેમ્બર 2020માં ડી.પી.ને આખરી નહીં પણ પ્રાથમિક મંજૂરી મળી હતી. જોકે આ ડી.પી.ને આખરી મંજૂરી ન હતી. બાદમાં કેટલાક સુધારા સાથે વાંધા મંગાવી આખરી મંજૂરી માટે સરકારમાં આશરે 5 મહિના અગાઉ મોકલાયો હતો,જે હજુ પણ આવ્યો નથી. નુડા બન્યા બાદ તુરંત કેટલાક જુના એન.એ. ને તો બહાલી અપાઈ પણ ત્યારબાદ ડી.પી. બન્યો ન હોય છેલ્લા 5 વર્ષથી કોઈ નવા એન.એ.ને મંજૂરી અપાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. એન.એ. વિના નવા પ્રોજેકટ થઈ શક્યાં નથી અને ડેવલપમેન્ટ માટે બનાવાયેલ નુડા વિસ્તાર 5 વર્ષથી તો અન ડેવલપ જ રહ્યો છે.

ડી.પી.ની ‘આખરી મંજૂરી’માં હજુ પણ વિલંબ કેમ ?
નુડા વિસ્તારનો ડી.પી.ની આખરી મંજૂરી માટે સરકારમાં ગયાને પાંચેક મહિના થયા છે. શરૂઆતમાં તો ફેબ્રુઆરીમાં ચૂંટણી હોય આચારસંહિતાને લઈ મંજૂરી અટવાઈ હતી. જોકે ચૂંટણી પત્યાને પણ 4 મહિના થવા આવ્યાં છે. હજુ કેમ મંજૂર થઈ આવ્યો નથી. શું કોરોના નડ્યો ? કોરોનાને ડી.પી.ની મંજૂરી સાથે શું લાગે ?

શહેર 1, બાંધકામ પરવાનગીની ઓથોરિટી 2
સમગ્ર નુડા વિસ્તારમાં બાંધકામની પરવાનગી માટે નુડા જ ઓથોરિટી શરૂઆતમાં હતી. જોકે નવસારી પાલિકામાં રમેશ જોષી સી.ઓ. હતા ત્યારે નવસારી પાલિકા વિસ્તારમાંથી બાંધકામની પરવાનગી આપવાની સત્તા પાલિકા પાસે ગઈ હતી. (એમાં પણ વિકાસ નકશાની મંડાગાંઠને લઈ જલાલપોરનો કેટલાક વિસ્તારની તો નુડામાં જ સત્તા છે) હવે નવસારી પાલિકા વિસ્તારમાં નુડાના 8 ગામ અને વિજલપોર પણ આવી ગયું છે. આમ છતાં આ 8 ગામ અને વિજલપોરની બાંધકામ પરવાનગીની સત્તા તો હજુ નુડા પાસે જ છે.

ભૂતકાળમાં બાંધકામ ઉદ્યોગ ખૂબ તેજીમાં હતો
નવસારી પંથકમાં મુખ્યત્વે એક હિરા ઉદ્યોગ મહત્ત્વનો છે. જોકે કેટલાક વર્ષોમાં (છેલ્લા 4-5 વર્ષને બાદ કરતાં) અહીં ‘બાંધકામ ઉદ્યોગ’ સારો રહ્યો છે. અનેક બાંધકામ પ્રોજેકટોને સફળતા મળી છે. જેનું કારણ રહેવા માટે નવસારી સારુ તો છે સાથે રાજ્યનું ખુબ જ વિક્સિત શહેર ‘સુરત’ નજીક છે. આ સ્થિતિમાં ઘણાં સુરત કરતા નવસારીમાં પ્રમાણમાં ઘર સસ્તા મળતા અહીં વસ્યાં છે. આ ઉપરાંત પણ કેટલાક કારણો છે.

અન્ય સમાચારો પણ છે...