• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • NRI Has Given More Than 256 Grafts In The Village To Protect The Environment, If There Is A Big Tree, It Will Honor The Students By Giving 5 Thousand FD For 5 Years

નવતર અભિયાન:NRIએ પર્યાવરણની રક્ષા કરવા ગામમાં 256 થી વધુ કલમ આપી, મોટું વૃક્ષ થશે તો તે વિદ્યાર્થીઓને 5 વર્ષ માટેની 5 હજારની FD આપી સન્માનિત કરશે

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષારોપણ કરાયા બાદ વૃક્ષોનો ઉછેર થાય તે મુખ્ય હેતુ

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ખૂબ મોટી અછત ઊભી થઈ હતી, લોકો ઓક્સિજનના સિલિન્ડર શોધતા લાઈન લગાવી હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા હતા. ત્યારે ઓક્સિજનના મહત્વને સમજીને નવસારી જિલ્લાના ટાંકલ ગામના ચેતનભાઈ પટેલને પર્યાવરણનું જતન કરવા માટે વિચાર આવ્યો અને તેમણે નિર્ણય કર્યો કે 256 જેટલા વૃક્ષોની કલમ તેઓ ગામની શાળાના વિદ્યાર્થીઓને આપશે અને તેને ઘરના આંગણામાં વાવવા કહ્યું છે અને જ્યારે તેઓ અમેરિકાથી પાંચ વર્ષ બાદ આવશે અને જો વૃક્ષ મોટું હશે અને તેની યોગ્ય રીતે જાળવણી થઈ હશે તો દરેક વિદ્યાર્થીને 5 વર્ષ માટે 5 હજાર ની FD આપશે તેવી જાહેરાત કરી હતી.

ચેતનભાઈ એ ગામમાં હરિયાળી લાવવા આ નવતર અભિયાન હાથ ધરતા વૃક્ષ વાવવા માટે ગામમાંથી આગળ આવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ અવારનવાર વૃક્ષ વાવવા માટે ના અભિયાનો હાથ ધરે છે પણ તેના ધાર્યા પરિણામો મળતા નથી અને લોકોની વૃક્ષની વાવણીને લઈને ઉદાસીનતા સામે આવે છે અથવા તો જે વૃક્ષારોપણ થાય છે તે માત્ર ફોટોગ્રાફી માટે થતું હોય તેવું મોટાભાગે દેખાઈ આવે છે. વૃક્ષારોપણ બાદ તેની જાળવણી ન થતા મોટાભાગે વૃક્ષ મૂરઝાઈ જતું હોય છે અને નાશ પામે છે જેથી જો વૃક્ષ વાવવા માટે આર્થિક મદદની જાહેરાત કરવામાં આવે તો લોકો વૃક્ષારોપણ તરફ આકર્ષાશે.

આજે કલમના વિતરણનો આજે એક કાર્યક્રમ ટાકલ ગામ ખાતે યોજાયો હતો.જેમાં તાલુકા પચાયત પ્રમુખ સહિત માજી જિલ્લા પચાયત પ્રમુખ અમીતા પટેલ પણ ઉપસ્થિત હતા.હાલમાં 256 જેટલા વિદ્યાર્થીઓને કલમ આપી છે અને તેમને 5 હાજરની સ્કીમનો લાભ મળશે,સાથે જ આગામી સમયમાં 15 હજાર જેટલી કલમ ના વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આજે 3 હજાર જેટલા કલમ ગામના લોકો લઈ ગયા હતા.

આ કલમ ને ઘરના આગણા માં રોપવાનું રહેશે અને તેના ખાતર ની જવાબદારી પણ દાતા ના શિરે રહેશે વિદ્યાર્થીઓ માત્ર પાણી આપી મોટું કરવાનું છે. અમેરિકામાં એમ.નિલ લિમિટેડ કંપનીમાં કામ કરતા NRI ચેતનભાઈ પટેલ દેશ સેવા કરવા અવાર નવાર દેશમાં આવતા હોય છે ત્યારે લોકો સેવા તો કરે છે પણ પર્યાવરણ ની ચિંતા કરી સાથેજ વૃક્ષ વાવનાર વિદ્યાર્થીઓને આર્થિક વળતર આપવાનો વિચાર બિરદાવવા લાયક છે.

અન્ય સમાચારો પણ છે...