અમેરીકાથી નવસારી આવેલ 65 વર્ષીય તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3 થઇ છે.
મળતી માહિતી મુજબ અમેરીકાથી 65 વર્ષીય તબીબ નવસારીમાં 15 દિવસ અગાઉ આવ્યા હતા. જેઓ પુન: અમેરીકા થવા મુંબઇ એરપોર્ટ ઉપર જતા ત્યાં કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ વધુ એક કેસ સાથે જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 11933 થઇ છે. કુલ રિકવર સંખ્યા 11720 રહી છે.
એક કેસમાં વધારો થતા હવે નવસારી જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3 થઇ છે. આ ત્રણ કેસોમાં એક દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. જ્યારે અન્ય બે જણા હોમ આઇસોલેશનમાં જ છે. છેલ્લા અનેક દિવસોથી જિલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં કોઇ જ વધારો થયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.