તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:હવે નવસારી-વિજલપોર પાલિકામાં વધુ ત્રણ ગામને સમાવવા તજવીજ

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એરૂ, હાંસાપોર, ધારાગીરી અંગે પાલિકા નિર્ણય કરશે

નવસારી નજીકના 8 ગામને નગરપાલિકામાં ભેળવી ચૂંટણી કરાયા બાદ હવે નજીકના વધુ 3 ગામને ભેળવવા સંદર્ભે પાલિકા નિર્ણય કરશે.

22 જૂન 2020ના રોજ સરકારે નવસારી નજીકના 8 ગામો અને વિજલપોરને નવસારીમાં સમાવી નવસારી- વિજલપોર નગરપાલિકાની જાહેરાત કરી હતી. આ નવી નગરપાલિકાની ચૂંટણી હાલમાં જ નવા વોર્ડના સીમાંકન બાદ થઈ અને તેમાં ભાજપે કુલ 52માંથી 51 બેઠક મેળવી હતી, ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પણ થઈ ગઈ હતી. હવે ચૂંટણી બાદ 30મીને બુધવારે પાલિકાની ખાસ સામાન્ય સભા મળી રહી છે. આ સભામાં નવસારી નજીકના 3 ગામનો પાલિકામાં સમાવેશ કરવા સંદર્ભે નિર્ણય લેવાશે. મળતી માહિતી મુજબ અગાઉ એરૂ, હાંસાપોર અને ધારાગીરીને પણ પાલિકામાં સમાવવા રજૂઆતો થઈ હતી જે રજૂઆત સંદર્ભે એક પત્ર સરકારમાંથી પાલિકાને મળ્યો છે. જે પત્ર અંગે પાલિકામાં ઉક્ત 3 ગામને સમાવવા સરકારમાં દરખાસ્ત કરવી કે નહીં તેનો નિર્ણય લેવાશે.

આગામી 30મીએ પાલિકાનું બજેટ
નવરચિત નગરપાલિકાની ખાસ સામાન્ય સભા 30મીને બુધવારે મળશે.આ સભામાં આગામી 2021-21ના વર્ષનું બજેટ રજૂ થશે અને ચર્ચા વિચારણા કરી મંજૂર કરાશે. સભામાં આ સિવાય પણ 3 ગામને સમાવવા સહિતના 5 કામને એજન્ડા ઉપર લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો