રોષ:હવે છાપરા-ગડતમાં ચૂંટણી બહિષ્કારના બેનરો

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારોમાં ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ અને ગડતમાં ભૂંડ અને રખડતા પશુની સમસ્યાનો હલ નહીં

નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં ચૂંટણી માહોલ ગરમાયો છે ત્યારે નવસારી જિલ્લામાં પણ ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવાની વાત હવે સામાન્ય થઈ ગઇ છે. ચૂંટણી ટાણે રાજકીય પક્ષોના નાક દબાવવા માટે પ્રજાને અવસર મળે છે ત્યારે દરરોજ કોઈને કોઈ ગામ અથવા વિસ્તારમાં નહીં થયેલા કામોને લઈ ને પ્રજા પોતાના વિસ્તારમાં કામ કરાવવા માટે ચૂંટણી બહિષ્કારના બેનરનો સહારો લઈ રહ્યાં છે. જેમાં નવસારીમાં મંગળવારે બે જગ્યાએ બેનરો મારવામાં આવ્યા છે.

જેમાં ગણદેવી તાલુકાના વાડીગામ વિસ્તારમાં 10 થી વધુ ગામોમાં શાકભાજીને બગાડનારા જંગલી ભૂંડ અને રખડતા ઢોર તેમને બે વર્ષ થી હેરાન કરી રહ્યા છે તો નવસારીના વોર્ડ નંબર-10માં આવેલ યોગીનગર સોસાયટીમાં 3 વર્ષમાં કોઈ કામ થયા નહીં હોવાથી સોસાયટીના લોકોએ સર્વાનુમતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. છેલ્લા એક સપ્તાહથી નવસારી જિલ્લામાં દરરોજ બહિષ્કારના બેનરો લાગી રહ્યા છે.

નવસારી નગરપાલિકાના વોર્ડ નં. 10માં આવેલ યોગી નગર સોસાયટીમાં છેલ્લા 3 વર્ષથી ડ્રેનેજ અને વરસાદી પાણીના ભરાવાના નિકાલ માટે કોઇ કાર્યવાહી ન કરતા સોસાયટીના લોકોએ ચૂંટણી મતદાનનો વિરોધ કરી બહિષ્કારના બેનર મારી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

ગણદેવી ના ગડત અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા દોઢ વર્ષથી રખડતા ઢોર અને જંગલી ભૂંડ ખેતીને નુકસાન કરતા હોય જેની ફરિયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં વિરોધ કરાયો.

અન્ય સમાચારો પણ છે...