તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:હવે હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓના 85 ટકા બેડ ખાલી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક સમયે નવસારી જિલ્લાની 35 હોસ્પિટલોમાં બેડ મળવા મુશ્કેલ હતા, આજે માંડ 15 ટકા જ ભરેલા છે

કોરોનાના ગંભીર કેસોમાં ભારે ઘટાડો થતા હવે નવસારી જિલ્લાની હોસ્પિટલોમાં કોવિડ હોસ્પિટલોમાં અંદાજે 85 ટકા જેટલા બેડ ખાલી થઈ ગયા છે.\n નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. ગંભીર દર્દીઓની સંખ્યા પણ ઘટતી રહી છે. જેની સીધી અસર જિલ્લામાં કોવિડ દર્દીઓને દાખલ કરતી હોસ્પિટલો ઉપર પણ પડી છે. હાલ મહત્તમ હોસ્પિટલોમાં ખૂબ જ ઓછા કોવિડ દર્દી દાખલ છે.

જિલ્લામાં એપ્રિલ 10 થી 5 મે દરમિયાન કોવિડના ગંભીર દર્દીઓમાં ભારે વધારો થયો હતો, જેને લઈ સરકારે એક પછી એક હોસ્પિટલો, સી એચ સી, કોવિડ કેર સેન્ટરોને દર્દીઓને દાખલ કરી સારવાર આપવાની મંજૂરી આપી હતી. અંદાજે 35 જેટલી હોસ્પિટલો તથા કેર સેન્ટરોમાં બેડ ઉભા કરી 1700થી વધુ ગંભીર દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા.

સ્થિતિ એટલી ગંભીર બની હતી કે હોસ્પિટલોએ બેડ ખાલી ન હોવાના બોર્ડ માર્યા હતા અને લોકો બેડ માટે વલખા મારતા હતા. 10 મેં બાદ સ્થિતિ સુધરતી ગઈ અને આજે જિલ્લામાં માંડ 15 ટકા જ દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. કેટલીક હોસ્પિટલોમાં 10 ટકા તો કેટલીકમાં 20 ટકા બેડ જ ભરેલા છે.સરરેશ અંદાજે 85 ટકા બેડ ખાલી થઈ ગયા છે. દરરોજ ખાલી બેડોની સંખ્યામાં ક્રમશ: વધારો જ થઇ રહ્યો છે.

નવસારી સિવિલમાં પણ માત્ર 50 દર્દી દાખલ
જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ નવસારી સિવિલમાં દર્દીઓની સંખ્યા વધતા કેપેસિટી 175થી વધારી 245 કરાઈ હતી. એક સમયે અહીં 200 સુધી દર્દી સારવાર લઈ રહ્યા હતા. જોકે અહીં હજુ ખાનગી હોસ્પિટલ કરતા વધુ દર્દી આવતા હોવા છતાં 50 જ કોવિડ દર્દી રહે છે.

અનેક કોવિડ કેર સેન્ટર બંધ કરી દેવાયા
કોરોનાની બીજી લહેરની પિકમાં હોસ્પિટલોમાં બેડની જગ્યા ન મળતા તથા ગરીબ દર્દીઓને મદદરૂપ થવા કેટલાક સંગઠનોએ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા હતા, જે સ્થિતિ સુધરતા નમો કેર સેન્ટર સહિત અનેક હવે બંધ કરાયા છે. જોકે, કેટલાક કોવિડ કેર સેન્ટર ખૂબ ઓછા દર્દી સાથે હજુ પણ ચાલુ રાખવામાં આવ્યા છે.

હોસ્પિટલોમાં કોવિડ દર્દી ખૂબ જ ઓછા
હવે અમારી હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓ ખૂબ જ ઓછા થઈ ગયા છે. મારા મતે હાલ હોસ્પિટલોમાં અંદાજે 85 ટકા બેડ ખાલી થઈ ગયા છે એમ કહી શકાય. સ્થિતિમાં ઘણો ફરક આવ્યો છે.> રાજ દેસાઈ, સંચાલક, ઓરેન્જ હોસ્પિટલ, નવસારી

અન્ય સમાચારો પણ છે...