માર્કેટ:નવસારી માર્કેટયાર્ડમાં હવે રોજે- રોજ 7 હજાર મણ ઠલવાતી કેરી

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરાજીમાં કેસરનો મણનો રૂ. 1545 સુધી બોલાતો ભાવ

નવસારી માર્કેટયાર્ડમાં હવે કેરીનો જથ્થો વધીને રોજ 7 હજાર મણ આવવા લાગ્યો છે. નવસારી એપીએમસીના મોરારજી દેસાઇ માર્કેટયાર્ડના સવા મહિના અગાઉ જ્યારે કેરી આવવાની શરૂ થઈ ત્યારે બે હજાર મણ કેરી આવતી હતી. જોકે છેલ્લા 15 દિવસથી જથ્થો વધ્યો છે અને રોજ 6 હજાર મણ કેરી અહીંના માર્કેટ યાર્ડમાં આવી હતી.

જોકે હવે તો તેથીય જથ્થો વધી કેરી રોજ 7 હજાર મણ આવતી થઇ છે. મળતી માહિતી મુજબ માર્કેટ યાર્ડમાં કેરીનો જથ્થો વધવા છતાં હજુ કેસર સહિતની કેરીના ભાવ પ્રમાણમાં જળવાયેલા રહ્યાં છે. 24મીના રોજ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો 1 મણ (20 કિલો)નો ભાવ 700થી 1545 રૂપિયા બોલાયો હતો. અન્ય જાતની કેરીના ભાવ જોતા હાફૂસ 500થી 1205, દસેરી 380થી 1050, લંગડો 450થી 800, રાજાપુરી 400થી 805, દેશી 150થી 420, ટોટાપુરી 200થી 310, આમ્રપાલી 425થી 500 રૂપિયા ભાવ રહ્યો છે.