નોટિસ:નવસારીમાં 17 મિલકતના ડ્રેનેજ જોડાણ કાપવા નોટિસ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિંગરોડ વિસ્તારમાંથી ફરિયાદ મળી હતી

નવસારીના રિંગરોડ વિસ્તારના 17 જેટલા મિલકતધારકોને પાલિકાએ ડ્રેનેજ જોડાણ કાપી નાખવા સંદર્ભે નોટિસ આપી છે. પાલિકાએ મળેલ ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ છે. નવસારીમાં બનનાર મકાનોએ પાલિકામાં વેરા આકારની કરાવવાની સાથે ડ્રેનેજ જોડાણ ફી પણ ડ્રેનેજ જોડાણ મેળવવા ભરવાની હોય છે. જોકે કેટલાક મિલકતધારક યા બિલ્ડર ડ્રેનેજ ફી ભર્યા વિના જ સીધું પાલિકાની ડ્રેનેજમાં જોડાણ કર્યાના મામલે આવતા રહ્યા છે.

આવી જ એક ફરિયાદ નવસારી વિરાવળ નજીક રિંગરોડ વિસ્તારમાં બનેલ મકાનો અંગે ડ્રેનેજ જોડાણમાં નિયમોનું પાલન નહીં કરાયાની ફરિયાદ મળી હતી. જેના આધારે પાલિકાએ ઉક્ત 17 જેટલા મિલકતધારકોને નોટિસ આપી છે. આ નોટિસમાં મિલકતધારકોને આકારની સાથે ડ્રેનેજ જોડાણ ફી ભરી હોય તો તે રજૂ કરવા જણાવ્યું છે. જો તેમ નહીં કરાય તો ડ્રેનેજ જોડાણ કાપી નખાશે એમ જણાવ્યું છે. મળતી માહિતી મુજબ નવા બનેલ મકાનોમાં કેટલાયમાં લોકો રહેવા પણ આવી ગયા છે અને ડ્રેનેજ જોડાણ કરી દેવાયાની ફરિયાદ છે.

અન્ય સમાચારો પણ છે...