તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:કબીલપોરની સોસા.માં વોટર વર્કસનાં વીજબીલ ભરવા પાલિકાની નોટીસ

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કબીલપોરના અગ્રણીઓની ધારાસભ્યને રજુઆત
  • પાલિકામાં સમાવવા પહેલા વીજબીલ સરકાર ભરતી હતી

નવસારી-વિજલપોર પાલિકામાં સમાવેશ કરાયેલી કબીલપોર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સોસાયટીઓના પાણી કમિટીનાં વીજ બીલ અગાઉ સરકાર દ્વારા ભરવામાં આવતું હતું. હવે નગરપાલિકા દ્વારા પાણીનાં વીજબીલ ભરવા નોટીસ આપતા ગામજનોમાં આક્રોશ ફેલાયો હતો. તેમણે નવસારીના ધારાસભ્ય, વહીવટદાર અને પ્રાંત અધિકારીને રૂબરૂ મળી આ સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. તેમણે સરકારમાં રજૂઆત કરવા હૈયાધરપત આપી હતી.

કબીલપોર ગ્રામ પંચાયતમાં 40થી વધુ સોસાયટી આવેલી છે. જેમાં પાણીના વિતરણ માટે પાણીનાં બોર સરકારનાં 14 અને 15માં નાણાંપંચની ગ્રાંટમાંથી બનાવવામાં આવ્યા હતા. પાણી વિતરણ કરવા વીજળીનું બીલ આવતું હતું તે સરકાર દ્વારા ભરવામાં આવતું હતું. છેલ્લા 6 માસથી કબીલપોર નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થઈ જતા હવે દરેક સોસાયટીઓમાં પાણી વિતરણ માટે વીજળીનું બીલ સોસાયટી દ્વારા ભરવાની નોટીસ મોકલાવતા કબીલપોર અગ્રણીઓમાં આક્રોશ ફેલાયો હતો. ગુરુવારે અગ્રણી ઓમપ્રકાશ અગ્રવાલ, મુકેશ અગ્રવાલ સહિત દરેક સોસાયટીનાં હોદ્દેદારોએ નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...