પુણ્યતિથિ સંભારણું:ફિલ્મજગતના એક પાયોનિયર મહેબૂબ ખાનની યાદગીરી જાળવવા બીલીમોરામાં કઈ કરાયું નથી

નવસારીએક મહિનો પહેલાલેખક: ભદ્રેશ નાયક
  • કૉપી લિંક
  • બીલીમોરામાં જન્મેલ મહેબૂબ ખાને મધર ઇન્ડિયા જેવી ફિલ્મો આપી છે

1907માં બીલીમોરમાં જન્મેલ મહેબૂબ ખાનની 28 મે ના રોજ પુણ્યતિથિ છે. મહેબૂબ ખાનને દુનિયાની સૌથી મોટા ભારતીય ફિલ્મ ઉદ્યોગના પાયોનિયરમાના એક ગણવામાં આવે છે. મહેબૂબ ખાનનો પરિવાર બીલીમોરા-ગણદેવીમાં ઘોડાના વ્યવસાય સાથે જોડાયેલ હતો. બાદમાં મહેબૂબ ખાન મુંબઈ શિફ્ટ થઈ ફિલ્મો સાથે જોડાઈ ઇન્ડસ્ટ્રીમાં હાક જમાવી હતી. પ્રોડ્યુસર, ડાયરેકટર તરીકે અનેક ફિલ્મો બનાવી, જેમાં ‘મધર ઇન્ડિયા’ એ દેશમાં તો તમામ મોટા એવોર્ડ મેળવ્યા હતા, વિદેશના એકેડેમી એવોર્ડમાં પણ નોમિની થઈ હતી.

આન ફિલ્મ સૌપ્રથમ મોંઘી ટ્રાઇ કલર ફિલ્મ બનાવી અને રેકોર્ડ કલેક્શન પણ કર્યું હતું. ઉપરાંત અંદાઝ સહિત અનેક સફળ ફિલ્મો પણ બનાવી હતી. મહેબૂબ ખાને પોતાનું મહેબૂબ પ્રોડક્શન હાઉસ તો શરૂ કર્યું, તે સમયે મુંબઈમાં સૌથી સારો મહેબૂબ સ્ટુડિયો પણ શરૂ કર્યો હતો..જેમાં ઘણી ફિલ્મોના શૂટિંગ થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે બીલીમોરનું રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય સ્તરે નામ ગુજતું કર્યું હોવા છતાં મહેબૂબ ખાનના જન્મસ્થળ, વતન બીલીમોરામાં આ મહાન ફિલ્મીકારની કાયમી યાદગીરી જળવાય તેવું કઈ જ થયું નથી.

કોઈ રોડ, ચોક, સ્મારક, પ્રતિમા જેવું કંઈ જ તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી.(નજીકના વાંસદામાં જન્મેલ સંગીતકાર શંકર જયકિશનવાળા જયકિશનની પ્રતિમા વાંસદામાં છે અને તેને જન્મ જયંતીએ યાદ પણ કરાય છે) મળતી માહિતી મુજબ 6 ટર્મથી બીલીમોરા પાલિકામાં ચૂંટાતા અને સૌથી લોકપ્રિય કાઉન્સિલર, મેન ઓફ ઇમરજન્સી મલંગ કોલીયાએ દેસરા વિસ્તારના રોડ સાથે મહેબૂબ ખાનનું નામ જોડવાની દરખાસ્ત કરી હતી પણ થઈ શકય ન હતું.

ટપાલ ટિકિટ પણ જારી કરાઈ હતી
મહેબૂબ ખાન મુંબઈ ગયા બાદ વતન સાથે લગાવ રહ્યો હતો અને તેની આઇકોનિક ફિલ્મ મધર ઇન્ડિયાનું શૂટિંગ દક્ષિણ ગુજરાતમાં કેટલુય કર્યું હતું. તેમની ફિલ્મોમાં કામગીરીને ધ્યાને લઇ સરકારે પદ્મ એવોર્ડથી તો સન્માનિત કર્યા હતા, સાથે તેમની 100મી જન્મ જયંતીએ 2007માં ટપાલ ટિકિટ પણ બહાર પડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...