રાહત:જિલ્લામાં સતત બે દિવસ વરસાદ બાદ શનિવારે નહીં

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉઘાડથી લગ્નવાળાઓને રાહત થઇ

સતત બે દિવસ વરસાદ પડ્યા બાદ નવસારી જિલ્લામાં શનિવારે વરસાદ પડ્યો ન હતો,જેથી શનિવારે અનેક લગ્ન હોય લગ્નવાળાઓને રાહત થઈ હતી.હવામાન વિભાગની આગાહી મુજબ 18 અને 19 નવેમ્બરના રોજ નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. 19મીએ તો સમગ્ર જિલ્લામાં પડ્યો હતો અને વાંસદામાં 2 ઈંચ અને નવસારી, ચીખલી પંથકમાં તો પોણા બે ઈંચ જેટલો વધુ પડ્યો હતો. કેટલાય વિસ્તારોમાં ખેતીને નુકસાન પણ થયું હતું.

અનેક જગ્યાએ લગ્ન માટે બંધાયેલ મંડપ પણ ભીંજાઈ ગયા હતા. 20મીના રોજ પણ છૂટોછવાયા વરસાદની આગાહી હતી પરંતુ જિલ્લામાં 20મીએ સાંજ સુધી કોઈ જગ્યાએ નોંધનીય વરસાદ પડયાનું જાણવા મળ્યું ન હતું. શનિવારે વરસાદ ન પડતા લગ્નવાળાઓને રાહત મળી હતી, કારણકે શુક્રવારે દેવદિવાળી બાદ શનિવારે અનેક લગ્ન હોવાનું જાણવા મળ્યું છે. વરસાદ ન પડતા જિલ્લાના ખેડૂતોની ચિંતામાં પણ ઘટાડો થયો છે.

આજે વરસાદની આગાહી નહીં
હવામાન વિભાગે 18થી 20 ત્રણ દિવસ તો નવસારી જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી હતી પણ 21મીએ વરસાદની આગાહી કરી નથી,જે રાહતના સમાચાર છે.

અન્ય સમાચારો પણ છે...