તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠેર ઠેર ડિસ્કાઉન્ટ:ઓફ સિઝન’ નહીં પણ ‘દિવાળી સિઝન’માં સેલની ભરમાર

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રેન્ડ બદલાયો, ભૂતકાળનામાં જ્યાં ઓફ સિઝનમાં ‘સેલ’ લાગતો તે હવે દિવાળીમાં

ભૂતકાળમાં જ્યાં ‘ઓફ સિઝન’માં જ મહત્તમ સેલ, ડિસ્કાઉન્ટ, ઓફર લાગતા હતા ત્યારે હવે વર્ષમાં સૌથી સારી સિઝન ગણાતી દિવાળી સિઝનમાં પણ ઠેર ઠેર ડિસ્કાઉન્ટ, ઓફરો નવસારીમાં લાગેલી જોવા મળે છે.

ભૂતકાળમાં 8-10 વર્ષ અગાઉ નવસારીમાં ઓફ સિઝનના દિવસોમાં જ સેલ, ડિસ્કાઉન્ટના પાટિયા લાગેલા જોવા મળતા હતા. દિવાળી, લગ્નસર વગેરે સિઝનમાં તો એકલદોકલ જ ડિસ્કાઉન્ટ, સેલના પાટિયા લાગેલા નવસારીના બજારોમાં પણ જોવા મળ્યા હતા. સિઝનમાં ‘સેલ’ હોય ત્યારે તો નવસારીમાં ચર્ચાનો વિષય બનતો હતો. જોકે નવસારીનું હાલનું માર્કેટ જોઈએ તો ભૂતકાળના માર્કેટ કરતા તો બિલકુલ જ બદલાવ આવી ગયો છે. હાલ દિવાળીની સિઝન ચાલી રહી છે છતાં નવસારીની ઘણી દુકાનોમાં સેલ-ડિસ્કાઉન્ટના લાગેલા પાટિયા જોવા મળી રહ્યા છે. ડિસ્કાઉન્ટ આપવાની સાથે જાતજાતની ઓફરો કરાઈ રહી છે. સ્કિમો પણ બહાર પાડવામાં આવી રહી છે. કેટલાક દુકાનદારો તો ગ્રાહકોને ઘરબેઠાં વસ્તુ પહોંચાડવાની પણ ઓફર કકરી રહ્યા છે. આ બધુ વર્ષની સૌથી સારી એવી દિવાળીની સિઝનમાં ચાલી રહી છે. આમ તો દિવાળી અગાઉથી આ સ્થિતિ ચાલુ હતી, જે દિવાળી સિઝનમાં પણ જારી જ રહી છે. અનેક વેપારીઓએ ભાવ વધવાની હિંમત પણ કરી નથી. દિવાળીમાં ‘સેલ’ ન લાગવાનું કારણ એ પણ હતું કે, આ સમયે મહત્તમ લોકો ખરીદી કરતા જ હતા અને મહત્તમ દુકાનોમાં ઘરાકી પણ આ સમયે રહેતી હતી.

પગરખાથી ફટકાડા સુધીની વસ્તુઓમાં સેલ
આમ તો સેલ-ડિસ્કાઉન્ટ કપડા ઉપર વધુ છે પરંતુ માત્ર કપડામાં જ છે એવું નથી. પગરખા, પ્લાસ્ટીક પ્રોડકટ, ફર્નિચર, ખાણીપીણી, ફટાકડા સહિત મહત્તમ વસ્તુઓમાં ઓફરો અપાયેલ જોવા મળે છે. ‘દવા’ સુદ્ધામાં કેટલાક સ્ટોરમાં ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે.

દુકાનની બહાર જ ‘કિંમતો’ના બોર્ડ
અગાઉના સમયમાં સામાન્યત: પ્રોડકટની કિંમત જોવા તો દુકાનમાં જ જવું પડતું હતું ત્યારબાદ જ કિંમત ખબર પડતી હતી. હાલ તો ઘણી દુકાનોમાં કપડા સહિતની અનેક ચીજવસ્તુઓની ‘કિંમત’ સુદ્ધાં દુકાન બહાર જ બોર્ડ લગાડી જણાવી દેવાયેલ જોવા મળે છે. જેથી ગ્રાહકને ‘ઓફર’ની માહિતી મળી શકે.

મોબાઈલ ઉપર સતત થઇ રહેલું માર્કેટીંગ
હાલ મોબાઈલનું ચલણ લોકોમાં ઘણુ વધી ગયું છે. આ સ્થિતિમાં મોબાઈલના માધ્યમ થકી પણ એક વેપારીઓ પોતાની પ્રોડકટનું માર્કેટીંગ કરી રહ્યા છે. પોતાની પ્રોડકટની માહિતી, ઓફર અનેક લોકોને તેઓના મોબાઈલ થકી આપી રહ્યા છે.

હવે ગ્રાહકલક્ષી માર્કેટ બન્યું છે
ઓફરોના અનેક કારણ છે. ઓનલાઈન સાથે હરિફાઈ, સ્થાનિક હરિફાઈ, મંદીની પણ અસર વગેરે છે. માર્કેટ હવે ગ્રાહકલક્ષી બની ગયું છે. જોકે હાલ દિવાળીમાં ઘરાકી પ્રમાણમાં સારી રહી છે. - પરેશ ચૌહાણ, માલિક, મયુર ફૂટવેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો