તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:205 સેમ્પલમાંથી એક પણ પોઝિટિવ કેસ નહીં, સોમવારે વધુ 358 સેમ્પલ લેવામાં આવ્યા

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

નવસારી જિલ્લામાં કોરોનાનાં રવિવારે 205 સેમ્પલમાંથી એકપણ સેમ્પલ પોઝિટિવ ન આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જોકે હજુ પણ 2 કેસ એક્ટિવ અને સોમવારે વધુ 358 સેમ્પલ લેવામાં આવ્યા હોવાની આરોગ્ય તંત્રએ માહિતી આપી હતી.નવસારી જિલ્લા આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ રવિવારે 205 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી એકપણ સેમ્પલ પોઝિટિવ ન આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. હાલમાં કોરોનાનાં સેમ્પલની કુલ સંખ્યા 135663 થઈ છે, જેમાં 1564 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા, જયારે 1460 લોકોએ કોરોનાને માત આપીને ઘરે ગયા છે.

નવસારીમાં હજુ 2 એક્ટિવ કેસની સંખ્યા રહી છે. સોમવારે નવસારીમાં 54, જલાલપોરમાં 61, ગણદેવીમાં 39, ચીખલીમાં 106, ખેરગામમાં 26 અને વાંસદામાં 72 સેમ્પલ મળી વધુ 358 સેમ્પલ લેવામાં આવ્યા હતા. નવસારીમાં કોરોનાનાં કારણે મૃત્યુઆંક 102 છે. જયારે હજુ પણ બે દર્દી સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો