ચોથી લહેર શરૂ:નવસારી જિલ્લામાં કોરોનાની ચોથી લહેરમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 65 દિવસમાં 582 પોઝિટિવ કેસો બહાર આવ્યા

નવસારી જિલ્લામાં કોરોનાની 4થી લહેરમાં કેસ તો 582 બહાર આવ્યા પણ પોઝિટિવ એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. નવસારી જિલ્લામાં 13 જૂન સુધી કોરોનાના લગભગ નહિવત કેસો હતા પણ 14 જૂનથી કેસમાં વધારો ક્રમશઃ થયો હતો,જેથી 14 જૂનથી કોરોનાની ચોથી લહેર શરૂ થઈ એમ કહી શકાય.

14 જૂનથી 7 ઓગસ્ટ સુધીના 65 દિવસમાં કુલ 582 પોઝિટિવ કેસો સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં વિસ્તાર મુજબ જોઈએ તો નવસારી શહેરમાં 86, વિજલપોરમાં 31, નવસારી ગ્રામ્યમાં 44, ગણદેવી તાલુકામાં 108, બીલીમોરામાં 17, ચીખલી તાલુકામાં 103, વાંસદા તાલુકામાં 101 અને ખેરગામ તાલુકામાં 5 કેસનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, જે કેસો બહાર આવ્યા તેમાં મહત્તમ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ રહ્યા અને રિકવર પણ થયા. ખૂબ ઓછા દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.અહીં પણ દર્દીઓ સાજા થયા છે.જે દર્દીઓ ચોથી લહેરમાં પોઝિટિવ આવ્યા તેમાં હાલ 90 એક્ટિવ કેસ રહ્યા છે, એ સિવાયના દર્દીઓ રિકવર જ થયા છે. ઉલ્લેખનિય બાબત એ છે કે, ચોથી લહેરમાં 582 કેસો નોંધાયા છતાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

હાલ 90 એક્ટિવ કેસ, મહત્તમ હોમ આઇસોલેશનમાં
જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા,જેમાં ચીખલી તાલુકાના 4 કેસ, વાંસદા તાલુકામાં 2 અને ગણદેવી તાલુકામાં 3 કેસ બહાર આવ્યા હતા. વધુ 9 કેસોની સાથે જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 12523 થઈ ગઈ છે. કોરોનાની સારવાર લેતા 3 દર્દી રિકવર થતા કુલ રિકવર સંખ્યા 12223 થઈ છે. એક્ટિવ કેસો 90 રહ્યા છે, જેમાં વધુ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ છે.

અન્ય સમાચારો પણ છે...